ઉદેપુર : રાજસ્થાનના ઉદયપુરમાં એક સરકારી શાળામાં સોમવારે હિંદુ વિદ્યાર્થી દેવરાજનું છરી વડે હુમલામાં મોત થયું હતું.
તેમના પિતા અને પિતરાઈ ભાઈ દ્વારા તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અંતિમયાત્રામાં ઉમટેલી ભીડ સૂત્રોચ્ચાર કરતી જોવા મળી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વિસ્તારમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. દેવરાજના ઘરથી સ્મશાન સુધી નીકળેલી અંતિમ યાત્રાના રૂટ પર ડ્રોનથી નજર રાખવામાં આવી હતી.સોમવારે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો અને ગુનેગારને સજા સહિતની અનેક માગણીઓ સાથે વિરોધ શરૂ કર્યો હતો.
ત્યાર બાદ મૃતકના પરિવારજનોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે આ કેસમાં એસસી-એસટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય મૃતકના પરિવારને 51 લાખ રૂપિયાનું વળતર અને નોકરી આપવાની વાત કરવામાં આવી છે. અંતિમ યાત્રાના જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં ભારે પોલીસ દળ વિસ્તારમાં તૈનાત જોઈ શકાય છે.
Reporter: admin