શહેરમાં એકધારા 30 વર્ષથી શાસનમાં રહેલા વડોદરા ભાજપના આમ તો સામાન્ય કાર્યકર પણ હવે નેતાઓ બની ગયા છે. મોટા ભાગના કહેવાતા નેતાઓ ભાજપની આબરુના લીરેલીરાં ઉડાવી રહ્યા છે.

એક જમાનામાં શિસ્તબદ્ધ પાર્ટી કહેવાતી. ભાજપમાં હવે શિસ્તનું પાલન સંનિષ્ઠ કાર્યકર્તાઓ જ કરે છે પણ બાકીના કહેવાતા નેતાઓ અને મોદીજીના નામે ચૂંટાઇ ગયેલા નેતાઓને પાર્ટીની શિસ્તની કંઇ પડી નથી. વડોદરા શહેર પ્રમુખ બધાને બનવું છે કારણ કે કોર્પોરેશનની ચૂંટણીઓ અને વિધાનસભાની ચૂંટણીઓ આગામી સમયમાં આવવાની છે તથા શહેરના રાજકારણ ઉપર પકડ રહે અને પાલિકાના કામો પર પણ પકડ રહે..શહેર પ્રમુખ બનવા માટે ઉમેદવારી કરનારાઓને કદાચ એ ખબર ન હતી કે જ્યારે પણ પાર્ટીના જાહેર કાર્યક્રમો હોય કે પછી રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી હોય , તેમણે તો અચૂક આ કાર્યક્રમોમાં હાજર રહેવું જોઇએ પણ 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિની જ્યારે પાર્ટી કાર્યાલય પર ઉજવણી કરાઇ ત્યારે શહેર પ્રમુખ માટે દાવેદારી કરનારા 44 દાવેદારોમાંથી મોટા ભાગના ગેર હાજર હતા. શહેર પ્રમુખ માટે દાવેદારી કરનારા 44 દાવેદારોમાંથી મોટા ભાગના ગેર હાજર શહેર પ્રમુખ માટે ડો. વિજય શાહ, ડો.જીગીશા શેઠ, પૂર્વ મેયર ભરત શાહ, સુનિલ સોલંકી, શિક્ષણ સમિતીના પૂર્વ ચેરમેન મેહુલ ઝવેરી, દિલીપસિંહ ગોહિલ, જીતેન્દ્ર પટેલ (લાલાભાઇ) રાકેશ પટેલ, પ્રદીપ જોશી, ગોપી તલાટી, જીગર ઇનામદાર, ડો.હિતેન્દ્ર પટેલ, નીરજ જૈન, ભૂપેન્દ્ર લાખાવાલા, સત્યેન કુલાબકર, જશવંત બાપુ, ભરત સ્વામી, નિલેશ રાણા, શંકર સોની, હસમુખ વાઘેલા, ઘનશ્યામ દલાલ, કુણાલ પટેલ, લલીત રાજ, જીવરાજ ચૌહાણ, ધર્મેન્દ્ર પંચાલ, હસમુખ પટેલ, રાકેશ સેવક, દીપક પઢિયાર, કિરણ ગુર્જર, રતિલાલ પરમાર, ચન્દ્રકાંત સોલંકી, કનુભાઇ પટેલ, શ્યામ કહાર, શંકરલાલ સોની, રાજુભાઇ ભાવસાર, સુનિલ કહાર, પંકજ રાણા, ડો.સુરેશ પતાણી, મણિલાલ વાઘાણી, નાગાર્જુન ચતુર્વેદી, ડો.ઠાકોરભાઇ પટેલ, બ્રિજેશ પટેલ, શ્રીકાંત જોશી અને ધીમંત ભટ્ટે દાવેદારી નોંધાવી હતી.જો કે 26મી જાન્યુઆરીના પાર્ટીના કાર્યાલયમાં આ દાવોદારોમાંથી મોટાભાગના દાવેદારો રાષ્ટ્રીય તહેવારની ઉજવણીમાં જોવા મળ્યા ન હતા.

દરેક નેતાએ એ સમજી લેવાની જરુર છે કે પક્ષના દરેક કાર્યક્રમોમાં ખાસ હાજર રહેવું જોઇએ.આવા સગવડીયા દાવેદારોનું ભવિષ્ય તો ધૂંધળું જ છે પણ જો નહીં આવો તો વધારે ધૂંધળું થશે. આવા કાર્યકરો અને નેતાઓ ચૂંટણી વખતે દેખાય છે પણ પક્ષના જન્મદિનના કાર્યક્રમોમાં, પક્ષ દ્વારા અપાતા કાર્યક્રમોમાં કે પછી રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીના કાર્યક્રમોમાં ડોકાતા સુધ્ધાં નથી. નેતાઓએ સમજી લેવાની જરુર છે કે કમસે કમ પાર્ટીના કાર્યાલયની તો કદર કરો..ભુતકાળમાં એવા ઘણા સંનિષ્ઠ વફાદાર કાર્યકરો અને નેતાઓ આ જ પાર્ટીમાં હતા જે જ્યારે પણ પક્ષના કાર્યાલયમાં આવે તો પગથીયે પગે લાગીને જ પછી કાર્યાલયમાં પ્રવેશ કરતા હતા. બનવું છે શહેર પ્રમુખ પણ પક્ષના કાર્યક્રમોમાં આવવું નથી,તો તમને કેમ પ્રમુખ બનાવે તેના પર આવા નેતાઓએ ચિંતન કરવાની ખાસ જરુર છે નહીંતર પ્રજા તો મોદીજીના નામે તમને વોટ તો આપવાની છે પણ પછી તમારુ ભવિષ્ય શું હશે તેની કલ્પના કરી લેવી. સાંસદ પણ ધ્વજવંદન પૂર્ણ થયા બાદ ડોકાયા !પક્ષના કાર્યાલય ખાતે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં સાંસદ ડો.હેમાંગ જોશી પણ ધ્વજવંદન પૂર્ણ થયા પછી ડોકાયા હતા. સાંસદ જેવા પદ પર રહેનાર મહાનુભાવને તો તિરંગાની કદર હોવી ખુબ જ જરુરી છે. જે પક્ષે તમને સાંસદ બનાવ્યા તે જ પક્ષના રાષ્ટ્રીય તહેવારની ઉજવણીમાં તમે મોડા આવો તો સમજી લો કે તમારામાં અહંકાર આવી ગયો છે. પક્ષે તમને મોટા બનાવ્યા છે પણ સાંસદ એ વાત ભુલી ગયા લાગે છે. મોદીજીના નામે ચૂંટાઇ તો ગયા પણ હવે તેમની પ્રતિષ્ઠા જાળવી રાખવી તમારી ફરજ બને છે તે સાંસદે ભુલવું ના જોઇએ. દરેક નેતાએ સમજી લેવાની જરુર છે કે પક્ષના કાર્યક્રમોમાં આવવું હોય તો સમય પહેલાં આવો..સમય વીત્યા પછી મોડા આવો તો કોઇ મતલબ રહેતો નથી. આ કોઇ પાર્ટીની મિટીંગ નહોતી કે સામાન્ય કાર્યક્રમ, સુંદરકાંડ,ગરબા કે રેલી ન હતી કે તમે સાંસદ થઇને મોડા પધારો..રાષ્ટ્રીય તહેવારની ઉજવણી હતી ત્યારે એવું લાગે છે કે સાંસદને સમયની કોઇ કિંમત નથી અને આ કાર્યક્રમની કોઇ કદર નથી. મનમાની પ્રમાણે આવવું અને જવું તેવી સાંસદને છૂટ અપાતી નથી કે આપવી પણ ના જોઇએ...તમારે ના આવવું હોય તો ઘેર બેસીને માળા જપો પણ મોડા આવીને તિરંગાનું,પાર્ટીનું અને આમંત્રિત મહેમાનોનું અપમાન ના કરો.
Reporter: admin