News Portal...

Breaking News :

સિંગાપોર મોકલવાના નામે ₹37.98 લાખની છેતરપિંડીનો ફરાર આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો

2026-06-09 16:53:08
સિંગાપોર મોકલવાના નામે ₹37.98 લાખની છેતરપિંડીનો ફરાર આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો



 ક્રાઇમ બ્રાન્ચે 8 મહિનાથી ફરાર આશિષ મિસ્ત્રીને મેઘનગરમાંથી ઝડપી પાડી ફતેગંજ પોલીસને સોંપ્યો




વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સિંગાપોર વર્ક પરમિટના નામે રૂ. 37.98 લાખની છેતરપિંડીના કેસમાં છેલ્લા 8 મહિનાથી ફરાર આરોપીને મધ્યપ્રદેશમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી આશિષ બિપિનભાઈ મિસ્ત્રીને ઝાબુઆ જિલ્લાના મેઘનગર વિસ્તારમાંથી પકડીને વધુ કાર્યવાહી માટે ફતેગંજ પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસ તપાસ મુજબ, આરોપીએ લેબર કોન્ટ્રાક્ટ હેઠળ લોકોને સિંગાપોર મોકલવાની લાલચ આપી ફરિયાદી પાસેથી લાખો રૂપિયા મેળવ્યા હતા. વર્ષ 2025માં ફતેગંજ પોલીસ સ્ટેશનમાં આ અંગે છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. ક્રાઇમ બ્રાન્ચને ટેકનિકલ સર્વેલન્સ અને માનવીય સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે આરોપી મેઘનગર વિસ્તારમાં છુપાયો છે. 


માહિતીના આધારે ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી વોચ ગોઠવીને સવારના સમયે આરોપીને ઝડપી લીધો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનામાં પોતાની સંડોવણી સ્વીકારી લીધી છે. તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ માર્ચ 2023માં ફરિયાદીને વિશ્વાસમાં લઈને સિંગાપોરમાં માણસોને મોકલવાના બહાને કુલ રૂ. 37.98 લાખ પડાવી લીધા હતા. ત્યારબાદ નોકરી કે વર્ક પરમિટની કોઈ વ્યવસ્થા ન કરી અને ફરિયાદીએ પૈસા પરત માંગતાં આરોપીએ ફોન બંધ કરી ફરાર થઈ ગયો હતો. હાલમાં આરોપી વિરુદ્ધ વધુ તપાસ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ચાલી રહી છે.

Reporter: admin

Related Post