વડોદરાના ઐતિહાસિક સુરસાગર તળાવમાં અસહ્ય ગરમી અને ઓક્સિજન ઘટતા માછલીઓના મોતથી પર્યાવરણ પર ગંભીર અસર

વડોદરાના ઐતિહાસિક સુરસાગર તળાવમાં આજે એક હૃદયદ્રાવક દૃશ્ય જોવા મળ્યું હતું. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી અને અસહ્ય બાફના કારણે પાણીમાં ઓક્સિજનનું સ્તર ઘટતાં સેંકડો માછલીઓના મોત નીપજ્યાં છે. તળાવના કિનારે મરેલી માછલીઓ તરતી દેખાતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
ઘટનાની જાણ થતાં જ વડોદરા મહાનગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી અને મૃત માછલીઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. પર્યાવરણવિદોના મતે, ગરમીના કારણે તળાવના પાણીનું તાપમાન વધતાં માછલીઓ ગૂંગળાઈ ગઈ છે. પાણી શુદ્ધ કરવા માટે તંત્ર દ્વારા તાકીદે પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે.
Reporter: admin







