News Portal...

Breaking News :

ધો.11 અનેધો.12 માં 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે કુલ 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે

2024-06-19 18:18:17
ધો.11 અનેધો.12 માં 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે કુલ 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચા સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ એ જાહેરાત કરી હતી કે , રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ -ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે.


રાજ્યની ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં ટાટ - સેકન્ડરી અને હાયર સેકન્ડરી પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે.તેમણે વધુમાં કહ્યું કે, ટાટ -1 અને ટાટ -2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા હાથ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.વધુ વિગતો આપતા મંત્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું હતું કે, માધ્યમિક એટલે કે ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3500 TAT-1 પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે.


જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ઘોરણ 11 અને ઘોરણ 12 માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ -ઇન – એડ શાળામાં 3250 એમ મળીને ટાટ -2 ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે. તેમ મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ.

Reporter: News Plus

Related Post