અમદાવાદ :જાણીતા માણેક ચોકની ઘાંચીની પોળમાં ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી થઈ ગયું છે. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ, એએમસીની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
આ મકાનના કાટમાળ નીચે દબાયેલી એક મહિલાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. હાલ ત્યાં અન્ય કોઈ દટાયું તો નથી તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે.
Reporter: admin