પાટણ : પાટણની ઘારપુર હોસ્પિટલ ખાતે ગત મોડી રાત્રે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલના રૂમમાં વોટ્સપ મેસેજ કરી mbbsના પહેલા વર્ષમાં અભ્યાસ કરતા જુનિયર વિદ્યાર્થીઓ સાથે ધાક ધમકીથી તેની સાથે રેગિંગ કરી સતત ત્રણ કલાક ટોર્ચર કરતા એક વિદ્યાર્થી ઢળી પડતા અનિલ નામના વિદ્યાર્થીનુ મોત થયું હોવાની વાત સામે આવી છે
જેમાં 15 વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે,તો ડીન દ્રારા આ સમગ્ર કેસને લઈ એક કમિટીની રચના કરવામાં આવી છે.જેમાં સિનિયર 15 જેટલાં વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર 11 જેટલા વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કર્યાનો એન્ટી રેગિંગ કમિટીા રિપોર્ટમાં ખુલાસો થયો હોવાની વાત સામે આવી છે.કમિટી દ્વારા સિનિયર 15 જેટલાં વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ધારપુર હોસ્પિટલના ડીન દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ હાથધરી હતી તો આ સમગ્ર પ્રકરણમા abvp સંગઠન દ્વારા મોડી રાત્રે ધારપુર હોસ્પિટલમા હોબાળો કરતા પોલીસ તેમજ સંગઠન વચ્ચે સામાન્ય ઘર્ષણ પણ સર્જાયું હતું ત્યાર બાદ lcb,sog પોલીસ ઘટના સ્થળે પોહચી 8 જેટલાં abvpના કાર્યકરોની અટકાયત કરી હતી.અનિલ મેથાણિયા એક મહિના પહેલાં જ ધારપુર મેડિકલ કોલેજમાં MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ માટે આવ્યો હતો. કોલેજમાંથી તેના ઘરે ફોન કરાયો હતો કે, તમારો છોકરાને ચક્કર આવતાં તે પડી ગયો છે અને તેને એડમિટ કર્યો છે. ત્યારબાદ સગા હોસ્પિટલ પહોંચ્યા તો ડોક્ટરે જણાવ્યું કે, તેનું મોત નીપજ્યું છે. મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો, એટલે રિપોર્ટ બાદ હકીકત બહાર આવશે. જોકે, કોલેજના જ અન્ય વિદ્યાર્થીઓ ચર્ચા થઈ હતી કે, કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવામાં આવ્યું છે. અનિલને સતત ઊભો રાખવાના કારણે તે બેભાન થઈ ગયો હતો
કોની સામે ફરિયાદ નોંધાઈ:
1 અવધેશ અશોકભાઈ પટેલ.
2હિરેન મનશુખભાઈ પ્રજાપતિ.
3 તુષાર પીરાભાઈ ગોહલેકર
4 પ્રકાશ માધાભાઈ દેસાઈ
5 જયમીન સવજીભાઈ ચૌધરી.
6 પ્રવીણ વરજાગભાઈ ચૌધરી.
7 વિવેક ગમનભાઈ રબારી.
8 ઋત્વિક પુરસોતમભાઈ લીમબાડીયા
9 મેહુલ પ્રતાભભાઈ ઢેઢાતર.
10 સૂરજ રૂડાભાઈ બલદાણીયા
11 હરેશ ગંભીરભાઈ ચાવડા.
12 વૈભવકુમાર વિકેશકુમાર રાવલ
13 પરાગ ભરતભાઈ કલસરિયા.
14 ઉત્પલ શૈલેષભાઈ વસાવા.
15 વિશાલ લગધીરભાઈ ચૌધરી
Reporter: admin