રાજકોટ : મોત સામે આવે ત્યારે જીવ વ્હાલો લાગે છે અને જીવવા માટે વલખાં મારતા હોઈએ છે. ગુજરાતના ગોંડલમાં આવી જ ઘટના બની છે, જેમાં એક યુવાન કૂવામાં પડી ગયો હતો, પરંતુ તેના જીવન અને મોતની વચ્ચે એક પાઈપ આવ્યો અને આ પાઈપે તેનો જીવ બચાવ્યો.
જિલ્લામાં ગોંડલ તાલુકાના રૂપાવટી ગામની સિમ વિસ્તારમાં આવેલા 80 ફૂટ જેટલા ઊંડા કૂવામાં રાત્રીમાં એક યુવાન પડી ગયો હતો. કૂવામાં પડી ગયેલો યુવક આખી રાત એક પાઈપને પકડીને લટકી રહ્યો હતો. આ ઘટનાની જાણકારી મળતાં ગોંડલ નગરપાલિકાના ફાયર સ્ટાફના તરવૈયાએ સહી સલામત બહાર તેને બાહર કાઢ્યો હતો.સૂત્રો પાસેથી મળતી મહિતી મુજબ ગોંડલ તાલુકાના રૂપાવટી ગામની સીમમાં આવેલી વાડીમાં આવેલા 80 ફૂટ ઊંડા કૂવામાં રાત્રિના સંજય રમેશ ચારોલીયા નામનો યુવાન કૂવામાં પડી ગયો હતો.
આ અંગેની જાણ વાડી માલિકે ગામના પૂર્વે સરપંચને કરતા તેમણે ગોંડલ નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરતા ફાયરના તરવૈયાઓ સહિત રૂપાવટી દોડી જઈ કૂવામાં દોરડા અને ખાટલો નાખી યુવાનને બહાર કાઢ્યો હતો. કૂવામાં પડનાર સંજય આખી રાત કૂવામાં નાખેલી પાણી ખેંચવાની મોટરનો પાઈપ પકડીને લટકી રહ્યો હતો. ક્યાં કારણોસર સંજય કૂવામાં પડ્યો તેને અંગેની તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
Reporter: admin