વડોદરા જિલ્લામાં ૩૬ સ્ટેમ લેબ કાર્યરત સમગ્ર શિક્ષા ટીમના તજજ્ઞો દ્વારા STEM LAB અને એનસીઇઆરટી દ્વારા આપવામા આવતી ગણિત-વિજ્ઞાન કીટ અંગે માર્ગદર્શન અપાયું સ્ટેટ પ્રોજેક્ટ ઓફીસ સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા વડોદરા જિલ્લાના આઠ તાલુકાઓની ૩૬ પ્રાથમિક શાળાઓમાં STEM LAB(સાયન્સ,ટેકનોલોજી,એન્જિનિયરિંગ અને મેથ્સ) (LBD લર્નિંગ બાય ડુઇંગ) કાર્યરત કરવામાં આવી છે
આ શાળાઓના બી.આર.સી અને સી.આર.સી કો.ઓર્ડીનેટર માટે પ્રાયોગિક કાર્ય/સાધનસામગ્રી પરિચય અને વિષય-વસ્તુ આધારીત પ્રવૃત્તિઓ અર્થે એક દિવસીય કાર્યશાળા પીએમશ્રી સાંકરદા પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવી હતી.આ કાર્યશાળાનો ઉદ્દેશ અને હેતુઓ અંગે વડોદરા જિલ્લાના એ.ડી.પી.સી શ્રી રાકેશભાઇ સુથાર દ્વારા સમજ આપવામાં આવી હતી. આ તાલીમવર્ગમાં AIF(અમેરીકન ઇન્ડીયા ફાઉંડેશન) ના તજજ્ઞશ્રીઓ તેમજ સમગ્ર શિક્ષા ટીમના તજજ્ઞો દ્વારા STEM LAB (LBD લેબ) અને એનસીઇઆરટી દ્વારા આપવામા આવતી ગણિત-વિજ્ઞાન કીટ વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તાલીમ વર્ગની ગાંધીનગરથી શ્રી અતુલભાઇ પંચાલ અને વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મહેશભાઇ પાંડેએ મુલાકાત લઈ તાલીમાર્થીઓને પ્રોત્સાહીત કરવા સાથે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ વર્ગમાંથી તાલીમ મેળવેલ સીઆરસી કો ઓર્ડીનેટર દ્વારા આગામી શૈક્ષિણક સત્રથી શાળા મુલાકાત અને વર્ગખંડ અવલોકનમાં શાળામાં અપાયેલ કીટ અને લેબનો સુવ્યવસ્થિત દૈનિક ઉપયોગ થાય તે માટે શાળાના શિક્ષકોને માર્ગદર્શન અને તાલીમ આપી સુસજ્જ કરવામાં આવશે.બી.આર.સી કો.ઓ શ્રી નરેન્દ્રસિંહે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.જ્યારે ભાદરવા પ્રાથમિક શાળાના સી.આર.સી મુકેશ શર્માએ પ્રાયોગિક માહિતી આપી હતી.
Reporter: News Plus