વોશિંગટન : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એપલ, સેમસંગ સહિતની સ્માર્ટફોન બ્રાન્ડને ટેરિફ વોર્નિંગ આપ્યા બાદ પોતે સ્માર્ટફોન બ્રાન્ડ અને નેટવર્ક સર્વિસ લોન્ચ કર્યો છે.
ટ્રમ્પની કંપની ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશને ટ્રમ્પ મોબાઈલ નામથી એક નવી સ્માર્ટફોન બ્રાન્ડ અને નેટવર્ક સર્વિસ લોન્ચ કરી છે. આ લોન્ચિંગ સમયે રાષ્ટ્રપ્રમુખના પુત્ર એરિકે જણાવ્યું હતું કે, નવુ વેન્ચર માત્ર અમેરિકામાં ઉત્પાદિત ફોન જ વેચશે.ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશને T1 નામથી એક 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. જેની કિંમત 499 યુએસ ડોલર (રૂ. 42913) છે. આ સંપૂર્ણપણે મેડ ઈન અમેરિકા ફોન રહેશે. કંપનીની સત્તાવાર વેબસાઈટ પરથી 100 ડોલર (રૂ. 8600)માં પ્રિ-ઓર્ડર કરી શકે છે.
વધુ વિગતો પણ વેબસાઈટ પરથી મળશે.ટ્રમ્પનો પરિવાર પહેલાંથી જ રિઅલ એસ્ટેટ, લકઝરી હોટલ અને ગોલ્ફ રિસોર્ટ્સ બિઝનેસમાં છે. હાલના વર્ષોમાં તેમણે ડિજિટલ મીડિયા અને ક્રિપ્ટોકરન્સી જેવા નવા સેક્ટરમાં પણ પ્રવેશ કર્યો છે અને હવે સ્માર્ટફોન અને મોબાઈલ નેટવર્ક બિઝનેસમાં પ્રવેશ્યા છે. સ્માર્ટફોનની સાથે '47 Plan' નામથી માસિક સબ્સક્રિપ્શન પ્લાન પણ લોન્ચ કર્યો છે. જેની કિંમત 47.45 ડોલર (રૂ. 3950) છે. જેમાં 100 દેશોમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા ઉપરાંત 20GB હાઈ સ્પીડ ડેટા પણ મળશે.
Reporter: admin