વોશિંગટન : અમેરિકાના નવા રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ગેરકાયદે પ્રવાસીઓ સામે એક મોટો નિર્ણય લેવાની વાત કરી છે.
ટ્રમ્પે કહ્યું કે, મારૂ પ્રશાસન દેશમાં ગેરકાયદે રૂપે વસતા પ્રવાસીઓ સામે સૈન્ય બળનો પણ ઉપયોગ કરી શકે છે. તેમજ જરૂર પડ્યે દેશમાં રાષ્ટ્રીય કટોકટી પણ લાદવામાં આવી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે એક્સ પર ટૉમ ફિટૉન નામના વ્યક્તિની પોસ્ટને રિપોસ્ટ કરતાં આ વાતની પુષ્ટિ કરી છે.
ટૉમ ફિટૉને પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું, માહિતી મળી રહી છે કે, ટ્રમ્પનું પ્રશાસન અમેરિકામાં રાષ્ટ્રીય કટોકટી લાગુ કરી સેના દ્વારા ઘૂસણખોરોને મોટી સંખ્યામાં કાઢવાની તૈયારી કરી રહ્યું છે.'
Reporter: admin