ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાં પોલીસ પ્રોટેક્ષન સાથે નીકળવું પડ્યું
સત્તાના પાપે માનવસર્જિત પુરથી પ્રજામાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે હવે નેતાઓ પણ પ્રજાની વચ્ચે જતા પહેલા ભયભીત થતા હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે આજે વોર્ડ નંબર પાંચમાં ધારાસભ્ય મનીષા વકીલ મુલાકાતે પહોંચતા તેઓ તેમની સુરક્ષા માટે સિક્યોરિટી ગાર્ડ તેમજ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યા હતા જોકે તેઓ વિસ્તારમાં જ હતા ત્યાંના રહીશો દ્વારા પણ તેમની સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને અનેક ફરિયાદો કરી હતી.
ટપલી દાવ થાય ના લોકો ના આક્રોશ જોતા સુરક્ષા સાથે નીકળ્યા ધારાસભ્ય
માનવસર્જિત પુરથી પ્રજામાં આક્રોશની સાથે હવે જાગૃતતા પણ જોવા મળી રહી છે ત્યારે વોર્ડ નંબર પાંચમાં આજે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ કાર્યક્રમમાં કોઈપણ નેતાની હાજરી ન હોવી જોઈએ તેવું ત્યાંના રહીશો દ્વારા જણાવીને વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે આ વિરોધ બાબતે રહીશોના પ્રશ્ન જાણવા માટે ધારાસભ્ય મનીષા વકીલ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા તે દરમિયાન પ્રજાજનો દ્વારા તેમનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો અને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
અમારા વોર્ડના ચાર કોર્પોરેટ સભ્યો કોણ છે તેની અમને માહિતી નથી: સ્થાનિક
ત્યાંના એક રહિશ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પૂર દરમિયાન એક પણ નેતા અમારા વિસ્તારમાં ન આવ્યો હતો સાથે જ કોઈપણ પ્રકારના ફૂડ પેકેટ કે કોઈપણ પ્રકારનો સર્વે થયો નથી જેથી અમારા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ મા વિરોધ કરવામાં આવ્યો હતો જેથી અમારી મુલાકાતે ધારાસભ્ય આવ્યા હતા. ધારાસભ્યની સામે જ રહીશોએ જણાવ્યું હતું કે અત્યાર સુધી અમારા વોર્ડના ચાર કોર્પોરેટ સભ્યો કોણ છે તેની અમને માહિતી નથી તેઓ ક્યારે પણ અમારા વિસ્તારની મુલાકાતે આવ્યા નથી કે ના તો અમને કેસડોલ બાબતે સર્વે કરવામાં આવ્યો. જોકે આ પ્રકાર ની ફરિયાદ જાણ્યા બાદ ધારાસભ્ય કોઈપણ પ્રકારનું નિવેદન આપ્યા વિના જ વિલા મો એ પરત ચાલી નીકળ્યા હતા.
Reporter: