આ બિસ્કિટ બનાવવા માટેની સામગ્રીમાં 250 ગ્રામ માખણ, 6 ચમચી દરેલી ખાંડ, અડધી ચમચી વેનીલા એસેન્સ, 250 ગ્રામ મેંદો, એક કપ કાજુ અથવા અખરોટનાં ટુકડા, થોડી આઈસીંગ સુગરની જરૂર પડે છે.
માખણને બરોબર ફેટી લેવું. હવે તેમાં ખાંડ નાખી ફરીથી ફીણવું. અને તેમાં વેનીલા એસેન્સ ઉમેરવું. હવે મેંદો ચાળી તેમાં અખરોટ કે કાજુના ટુકડા નાખી માખણનાં મિશ્રણ સાથે ભેળવી કનક તૈયાર કરવી. નાના ગોળા વાડી બેકિંગ ટ્રે પર મૂકી અડધા કલાક ફ્રિજમાં તૈયાર કરવા.
હવે ઓવનમાં 180' કે 350' તાપે 15 મિનિટ બેક કરવા. હવે ઓવન માંથી બહાર કઢી આઇસીંગ સુગરમાં રગદોળવા.માર્કેટમાં મળતા બટર જેવાજ આ બિસ્કિટ તૈયાર થશે.
Reporter: admin