વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રી અને એક ખાનગી ચેનલના કેમેરામેન વચ્ચે થયેલી બોલાચાલી બાદ કેમેરામેને મિસ્ત્રીને થપ્પડ ઝીંકી દીધી હતી અને આ મામલો સમગ્ર પાલિકા સંકુલ અને રાજકારણમાં ગરમાઇ ગયો છે.
થપ્પડ કાંડ સંદર્ભે પાલિકા કમિશનરે કાર્યવાહી કરવી જોઇએ પણ તેઓ પણ સમગ્ર મામલાથી દુર રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ શહેર પ્રમુખે પણ પક્ષની છાપ ખરડાય તેવુ કૃત્ય કરનારા સામે કાર્યવાહી કરવી જોઇએ તેવી લાગણી ભાજપના કાર્યકરોમાં જોવા મળી રહી છે.સ્થાયીના ચેરમેન ડો,શીતલ મિસ્ત્રીનો ઓક વીડિયો સાથેનો ઓડિયો વાયરલ થયો છે. ભલે આ વિડીયો જુનો હોય પણ તેનાથી આ ભાઈની હરકત-આદતનો અંદાજ આવે છે. આ વીડિયોમાં ચેરમેન એક નેતાના બદલે કોઇ ગલી છાપ માણસ હોય તે રીતે ગાળો બોલી રહ્યા છે. સ્થાયીના ચેરમેન જેવી જવાબદાર પોસ્ટ પર બેઠેલા નેતા આ રીતે ગાળાગાળી કરે તે કેટલે અંશે યોગ્ય છે? કારણ કે આ પોસ્ટ પર બેઠેલા નેતા સમગ્ર વડોદરાવાસીઓનું પ્રતિનીધીત્વ કરી રહ્યા છે. પોતે કોઇ ગલી છાપ માણસ નથી. એક ડોક્ટર હોવા ઉપરાંત તેઓ જવાબદાર પોસ્ટ પર બેઠેલા છે ત્યારે ગાળાગાળી કરવી કેટલી ઉચીત છે તે સવાલ પુછાઇ રહ્યો છે. આ મામલે જ્યારે કોર્પોરેટર જાગૃતિ કાકાએ રજૂઆત કરી તો ચેરમેન ડો.શીતલ મીસ્ત્રી એમ કહી રહ્યા છે કે આ મારો પર્સનલ મામલો છે. આ તેમનો પર્સનલ મામલો છે તેવું તે કબુલ કરે છે તેનો મતલબ એ છે કે આવી ઘટના બની છે તો શા માટે તેને છુપાવાનો પ્રયાસ કરે છે અને પાલિકાના કમિશનર પણ કેમ આંખ આડા કાન કરે છે તે સમજાતું નથી.
પાલિકાના આટલા મોટા હોદ્દા ઉપર બેઠેલા ચેરમેનનો ગાળો બોલતો જુનો ઓડિયો વાયરલ થયો છે.આ કેટલું યોગ્ય ? તે સવાલ દરેક શહેરીજનના મનમાં છે.બીજી તરફ પાલિકાના આઈ. ટી. હેડનાં કહેવા મુજબ સીસીટીવી ફૂટેજ કમિશનરનાં આદેશ વગર જોઈ ના શકે. કમિશનરને આ ઘટનાં સંદર્ભે ફરિયાદ મળી છે એમ જાણવા મળ્યું છે.પાલિકાના નેતાઓ થપ્પડ ખાઈને લાલ ગાલ કેમ રાખતા હશે તે તપાસનો વિષય છે.ડૉક્ટર-ચેરમેન-હોદ્દેદારે જાહેર જનતા કે મિડીયા સાથે આવી અસભ્ય ભાષા નહી વાપરવી જોઈએ. તમાકુનાં નશાવાળી પડીકી ખાઈને ગમે ત્યાં પાલિકાનાં સંકુલમાં પીચકારી મારવી નહી જોઈએ. કોઈપણ સભ્ય નાગરિકને આ સમજવાની જરુર છે. તમે જ સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરો અને તમે જ શહેરમાં કોઇ પણ સ્થળે પાનની પિચકારી મારતા શહેરના નાગરિક પાસેથી દંડ વસુલો તે કેવો ન્યાય તે દરેક વડોદરાવાસી પુછી રહ્યો છે.ગત સપ્ટેમ્બરમાં પણ પત્રકારનો અવાજ દબાવાનો પ્રયાસ થયો હતો. ગઇ કાલે પાલિકાના હોદ્દેદાર અને પત્રકાર વચ્ચે બબાલ થઇ હતી...આઇ જા આઇ જા ઉંચો અવાજ તું કરે છે તે લિમીટ બહાર છે. તારો જે ટોન છે તેવો ટોન મારો બી છે..અને ગાળાગાળી સંભળાય છે. આ વીડિયો જ બતાવે છે કે સ્થાયી ચેરમેન મોંઢામાં મસાલો ભર્યા પછી કોઇના કાબુમાં રહેતા નથી.ભાજપ સંગઠને તપાસ કરી સત્ય બહાર લાવી પગલાં લેવા જોઇએ.પાલિકાનમો થપ્પડ કાંડ હાલ ગુંજી રહ્યો છે અને હાલ શહેર ભાજપ પ્રમુખ ડો, વિજય શાહ કરજણ નગરપાલિકાની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે. તેઓ ભલે મીયાગામ કરજણની ચુંટણીમાં વ્યસ્ત હોય પણ તેમણે પણ પાલિકામાં બનેલી આ ઘટનાંની તપાસ કરી સત્ય બહાર લાવવું જોઈએ અને જવાબદાર પોસ્ટ ઉપર બેઠેલા એક નેતા અસભ્ય વર્તન કરે તેને સબક શીખવાડે તેવા પગલાં તો ભરવા જ જોઇએ જેથી પક્ષની છાપ ખરાબ કરનારા કન્ટ્રોલમાં રહે.તેવું દરેક ભાજપના કાર્યકર ઇચ્છી રહ્યા છે. ભાજપ સંગઠને પણ આ બાબતે દખલઅંદાજી કરીને સિનીયર કાર્યકરને સબક મળે તેવા પગલાં લેવા જોઇએ. પક્ષની કૃપાથી કોઇ જવાબદાર હોદ્દા પર બેઠેલા કાર્યકરનો વાણી વિલાસ કે અસભ્ય વર્તન કોઇ કાળે ચલાવી લેવાય નહી.પાલિકા કમિશનર પણ આંખ આડા કાન કરે છે..થપ્પડ કાંડ સંદર્ભે ફરિયાદ મળ્યા બાદ કમિશનરે શું કાર્યવાહી કરી ? તમે શું સૂચનાઓ આપી તેવો પ્રશ્ન જ્યારે પાલિકા કમિશનર દિલીપ રાણાને કરવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપ્યો કે મેં કોઇ સુચના આપી નથી. તેનો મતલબ એ છે કે પાલિકા કમિશનર સમગ્ર ઘટના અંગે આંખ આડા કાન કરી રહ્યા છે. પાલિકા કમિશનરે જાણવું જોઇએ કે આ ઘટના પાલિકા સંકુલમાં બની છે અને પાલિકાના જવાબદાર હોદ્દેદાર તેમાં સંડોવાયેલા છે અને તેથી તેમણે આ ઘટનાની તપાસ કરીને સત્યતા બહાર લાવવી જોઇએ પણ તેના બદલે તેઓ ઘટનાથી દુર રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભલે જવાબદાર હોદ્દેદાર ચૂંટાયેલી પાંખનો સિનીયર કાર્યકર છે પણ તમે પણ શહેરના પાલિકા કમિશનર છો,વહીવટી વડા છો,કસ્ટોડીયન છો તો તમારે પણ તેમાં કાર્યવાહી કરવી જરુરી છે.
Reporter: admin