વડોદરા : ભગવાન પરશુરામ ની જન્મ જયંતી નિમિત્તે વડોદરા શહેરમાં આર્યવત બ્રાહ્મણ સમાજ દ્વારા ભગવાન પરશુરામની શોભાયાત્રા કરવામાં આવે

અક્ષય તૃતીયાના શુભ દિવસે ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા બ્રાહ્મણો અને સૌ સનાતનનીઓનાં આરાધ્યા દેવ ભગવાન પરશુરામના જન્મ ઉત્સવ નિમિત્તે દર વર્ષે પણ ભગવાન પરશુરામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારે વડોદરા શહેરના કોઠી ચાર રસ્તા પાસે મનમોહન વડાપાવ અને સમોસા દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ શોભાયાત્રામાં ભગવાન પરશુરામની પ્રતિમા બીરાજમાન કરવામાં આવી હતી સાથે નાના બાળકો એ વેશભૂષા ધારણ કર્યા હતા સાથે મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમાજના લોકો જોડાયા હતા.





Reporter: admin