વડોદરા : હાલોલ હાઇવે પર જતા કોટાલી ગામ ખાતે ફાયર બ્રિગેડને ગઈકાલ રોજ ફોરેસ્ટ શાખામાંથી ફોન મળ્યો હતો જેમાં એક બેન ને મગર ખેંચી જવાનો બનાવ બન્યો છે.

જ્યારે જે રહેવાસી બેન છે તે તેમના ગાય ભેંસને માટે નીકળ્યા હતા વિશ્વામિત્રી નદી પાસે ના કોતર પાસે એક બેન ને મગર ખેંચી જવાનો ગામજનોને ખબર મળતા તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ શાખા અને સામાજિક સંસ્થા હેમંત વળવાના ની ટીમ પહોંચી હતી.

બેનના આધારકાર્ડ પ્રમાણે તેમનું નામ ભીલાલા મેતાલી જેમની ઉંમર આશરે 55 હસે. હાલ ફોરેસ્ટ આકા અને વડોદરા ફાયર બ્રિગેડ ટીમ મહિલાની શોધખોળમાં લાગી છે જ્યારે તેમના ચપ્પલ અને કપડા મળી આવ્યા છે.


Reporter: