News Portal...

Breaking News :

અકોટા બ્રિજથી તાજ હોટલ સુધીના લારી ગલ્લા અને કેબીનોના દબાણો હટાવવા હોબાળો મચાવ્યો

2025-06-17 14:01:15
અકોટા બ્રિજથી તાજ હોટલ સુધીના  લારી ગલ્લા અને કેબીનોના દબાણો હટાવવા હોબાળો મચાવ્યો


વડોદરા : સ્વરોજગારથી સરકાર દ્વારા પગભર થવા આર્થિક લોન આપવામાં આવે છે. જ્યારે બીજી બાજુ પાલિકા કચેરીમાં વહીવટી ચાર્જ ભરવા છતાં અકોટા બ્રિજથી તાજ હોટલ સુધીના રોડ રસ્તાની બંને બાજુના લારી ગલ્લા અને કેબીનોના દબાણો હટાવવા પાલિકા-દબાણ શાખાની ટીમ પહોંચતા જ સ્થાનિક બેરોજગાર લોકોએ પોતાનો માલ સામાન લારીઓ સહિત ઉપાડી લેતા ભારે હોબાળો મચાવ્યો હતો. 



પરંતુ દબાણ શાખાની ટીમ સાથે બંદોબસ્તમાં આવેલી એસઆરપી અને સ્થાનિક પોલીસે મામલો સંભાળીને હોબાળો મચાવનાર તમામને ખદેડી દેતા દબાણ શાખાએ આઠ જેટલી લારીઓ માલ સામાન સહિત કબજે લઈને બેઠક જેટલો સામાન કબજે લીધો હતો. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા બેરોજગારોને પગભર થવા માટે 10, 20, 50 હજારની લોન આપવામાં આવે છે. ઉપરાંત લારી ગલ્લા પથારાવાળા પોતાનો વેપાર ધંધો કરવા માટે પાલિકાને વહીવટી ચાર્જ પેટે રૂપિયા 700 પ્રતિમાસ ચૂકવે છે. એડવાન્સમાં ભરવામાં આવતા નાણા અંગે પાલિકા કર્મી આવી લારીઓ દબાણ શાખા દ્વારા નહીં ઉઠાવાય તેવી ખાતરી આપતા હોવાનું કહેવાય છે. 


ચાલુ મહિનામાં ગઈ 12 તારીખે પ્રત્યેક બેરોજગારોએ વહીવટી ચાર્જ ભરીને પાવતી પણ લીધી હોવા છતાં આજે એકાએક ધસી આવેલી પાલિકાની દબાણ શાખાએ અકોટા બ્રિજથી ગાર્ડન નજીક અને તાજ હોટલ સુધીના રોડ રસ્તાની બંને બાજુએ ખડકાયેલા લારી ગલ્લા પથારાના લોખંડના ગલ્લા સહિત 8 થી 10 જેટલી લારીઓ માલ સામાન સહિત દબાણ શાખા એ જપ્ત કરીને ટ્રકમાં ચડાવી દીધી હતી. દરમિયાન લારી-ગલ્લા, પથારાવાળા સહિત અન્યના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.

Reporter: admin

Related Post