News Portal...

Breaking News :

ઘરે એક ચીઠ્ઠી લખીને મુકી MP થી ભાગેલો બાળક સુરત રેલવે સ્ટેશનથી મળ્યો

2025-02-20 20:08:03
ઘરે એક ચીઠ્ઠી લખીને મુકી MP થી ભાગેલો બાળક સુરત રેલવે સ્ટેશનથી મળ્યો



 સુરત : રેલ્વે સ્ટેશન ઉપર શી.ટીમ  પેટ્રોલીગમાં હાજર હતા તે વખતે એક પેસેન્જર આવી જણાવેલ કે એક બાળક એકલો તેઓની પાસે બેસેલ છે. અને તેઓ કઇ બોલતા ન હોય જેથી બાળક આપની સાથે કોઇ વાત કરે અને હકીકત જણાવે તો કઇક ખબર પડશે જેથી  ઇસમને તેઓનુ નામ ઠામ પુછતા તેઓ પોતાનુ નામ ચિરંજીવી શાહુ મો નં ૯૨૨૭૦૩૯૮૩૬ રહે ગોપીનગર નવસારી વાળા હોવાનુ જણાવતા હોય જેથી બાળકને પુછપરછ કરતા તેઓ જણાવેલ કે તેઓના માતાપિતા તેઓને પ્રેમ કરતા ન હોય અને મોટાભાઇ ભાઇ પ્રેમ કરે છે, અને તેઓને ગાડી પણ લાવી આપી છે મને કઇ લાવી આઅપતા નથી મને ભણવા બાબતે બોલબોલ કરતા હોય જેથી ગઇ તા ૧૭/૦૨/૨૦૨૫ ના રોજ હુ ઘરેથી સ્કુલે જવા સાયકલ લઇને નીકળી ગયેલ હતો અને રીવા રેલ્વે સ્ટેશન સાયકલ મુકીને કોઇ પણ ટ્રેન માં સુરત આવી ગયેલ હતો તેવી હકીકત જણાવતા હોય આ બાળકને તેમનુ નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ અને ઉ. વ. ૧૨ ધંધો અભ્યાસ રહે મધ્યપ્રદેશ વાળો હોવાનુ જણાવતા જે આ બાળકને તેઓના માતાપિતાના મોબાઇલ નંબર વિષે પુછતા તેઓ જણાવેલ કે તેઓને યાદ નથી. 


અને તેઓ ઘરે જશે તો તેમના માતાપિતા મારશે તે બીકથી મોબાઇલ નંબર આપતો ન હોય જણાવેલ સરનામે પોલીસ નો સંપર્ક કરી બાળક વિષે માહીતી આપતા રામપુર બધેલાન પોલીસ સ્ટેશન પોલીસ કર્મચારે નાઓ જણાવેલ બાળક ગુમ થયા અંગેની તેઓના પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ થયેલ છે અને  બાળક તેઓના ઘરે એક ચીઠ્ઠી લખીને મુકી ગયેલ છે જે જેમાં લખવામાં આવેલ છે કે “ મુઝે અપનોને લુટા ગૈરોમે કહા દમ થા મુઝે મમ્મીને મારા ગૈરોમે કહા દમ થા મુઝે જા રહા હુ મુઝે મત ઢુઢના જબ મૈ કમાને લગુગાં તબ મૈ મોબાઇલ ખરીદ કર પપ્પા કો ફોન કરૂગા" એવી ચિઠ્ઠી લખીને નીકળી ગયેલ છે. 


જેથી બાળકના પિતા નાઓના મોબાઇલ નંબર આપતા તેઓને બાળક વિષે માહીતી આજરોજ બાળકના માતાપિતા આવતા તેઓના યોગ્ય આધાર પુરાવા નિવેદન તથા તથા સદર ગુનાની એફ.આઇ.આર લઇ બાળકનો કબ્જો તેઓના માતાપિતાને સોપવામાં આવેલ છે.

Reporter: admin

Related Post