વડોદરાના આજવા રોડ પર પોલીસ વાને બાઈક ચાલકનો ભોગ લીધો: પોલીસ વાનનો ચાલક નાસી છૂટ્યો
કપુરાઈ પોલીસ મથકમાંથી મળતી વિગત મુજબ ગત બપોરે બે વાગ્યા પછી વડોદરા તાલુકાના સિકંદરપુરા ગામના ડાયાભાઈ પરમારનો દીકરો નિલેશ પોતાની બાઈક લઈને કામ અર્થે વડોદરા તરફ આવી રહ્યો હતો. ત્યારે સફેદ રંગની બોલેરો જીપમાં ચાલકે નિલેશની બાઈકને ટક્કર મારી હતી. તેને કારણે નિલેશ ફૂટબોલની જેમ ફંગોળાઈને રોડ પર પડ્યો હતો. લોહી લુહાણમાં પડેલા નિલેશને એ જ હાલતમાં છોડી પોલીસ પ્રજાનો મિત્ર ગણાય હોવા છતાં પોલીસ વાનનો ચાલક નફ્ફટાઈપૂર્વક પોતાની જીપ લઈને નાસી ગયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ સંવેદનાવિહીન પોલીસ જવાનો પ્રત્યે ફિટકારની લાગણી વરસાવી હતી. અને 108 ની મદદથી નિલેશને સયાજી હોસ્પિટલમાં મોકલ્યો હતો. ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
Reporter: News Plus