આ પ્રવૃત્તિ માં વડોદરા થી વિભિન્ન લગભગ 30 વોલ્ટયર્સ (જેમાં ૧૦ વર્ષ થી લઇ ૭૦ વર્ષની વયના, સ્ત્રી તથા પુરુષો) ભેગા મળીને તિલકવાડા થી પરિક્રમા શરૂ કરી અને સાથે ગાર્બેજ બેગ્સ લઈ પદયાત્રા માર્ગ પરિક્રમા માર્ગ પર રસ્તામાં પડેલી પ્લાસ્ટિક થેલીઓ, ગુટકા પડીકા પેપર પ્લેટ્સ, ગ્લાસ, ચમચી વગેરે ભેગા કરી થેલીમાં મૂક્યા અને પછી ત્યાંના પ્રશાસન અને ગ્રામ પંચાયત સેવભાઈ સંસ્થાઓ દ્વારા મૂકેલા મોટા થેલાઓમાં નાખ્યા.
આ પ્રક્રિયામાં અમને ત્યાંના સ્ટોલ ઓનર્સનું જોડે સંવાદ માં બધા ખૂબ જાગરૂક અને આ પરિવર્તન નું મહત્વ અને પ્રતિબદ્ધ દેખાયા, પરિક્રમા ના પથીકો નો પણ સારો સહયોગ મળ્યું અને જનતામાં પણ જાગૃતિ ફેલાવવામાં અમે સફળ રહ્યા.
આ સેવા કાર્યમાં અમારા સ્વયમ સેવકો હન્ડ ગ્લવ્સ, sanitiser, hand wash નું વપરાશ કરી અંગત સ્વચ્છતા પણ સુનિશ્ચિત કરી.
Reporter: