News Portal...

Breaking News :

ચૈત્રી આઠમના દિવસે વડોદરામાં માઇ મંદિરોમાં સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટશે. દિવસ દરમિયાન પૂજન અર્ચન યજ્ઞ હવન સાથે મહા આરતીના કાર્યક્રમો યોજાશે.

2024-04-16 12:11:00
ચૈત્રી આઠમના દિવસે વડોદરામાં માઇ મંદિરોમાં સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટશે. દિવસ દરમિયાન પૂજન અર્ચન યજ્ઞ હવન સાથે મહા આરતીના કાર્યક્રમો યોજાશે.

નવરાત્રીનો તહેવાર એ હિન્દુઓનો ધાર્મિક આસ્થાનો તહેવાર છે. નવરાત્રીનો શબ્દનો અર્થ થાય છે. નવ રાત્રીઓનો સમૂહ'.આ નવરાત્રીઓ અને દસ દિવસ દરમિયાન મા શક્તિના વિવિધ નવ દિવસ નવ સ્વરૂપની પૂજા અને આરાધના કરવામાં આવે છે.

નવરાત્રી ચૈત્ર મહિનાની હોય કે આસો મહિનાની આઠમના દિવસનું મહત્વ અનોખું હોય છે. આઠમાં નોરતે ભાવિકો સવારથી માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડે છે. જે રીતે આસો માસના નોરતા ગરબાના દિવસો ગણાય એવી રીતે ચૈત્રી નોરતા વ્રત અને તપના દિવસો માનવામાં આવે છે. આ દિવસો દરમિયાન વિશેષ પૂજા અને અનુષ્ઠાન કરીને માતાજીને રિઝવવામાં આવે છે.

ચૈત્રી નવરાત્રીની આઠમના દિવસે માતાજીના મંદિરે ધજા ચડાવવાનું ખાસ મહત્વ હોય છે. નવ કુવારીકાઓને જમાડવામાં આવે છે. એ નવદુર્ગા સ્વરૂપ છે નવરાત્રીમાં તેમની પૂજા થાય છે. વિશેષ પૂજા હવન તેમજ માતાજીના ભજન કરીને આઠમના દિવસે વિશેષ ધ્યાન ધરવામાં આવે છે. જેટલું મહત્વ આસો માસની આઠમનું હોય છે એટલું જ મહત્વ ચૈત્ર મહિનાની નવરાત્રીની આઠમનું માનવામાં આવે છે.

આઠમના દિવસના રોજ ભગવતી જગદંબાએ મહિસાસુરનો વધ કર્યો હતો. એટલે આજનો દિવસ દુરાચાર ઉપર સદાચારના વિજયનો દિવસ તરીકે ગણાતો હોય છે.

 આઠમના દિવસે નવ કુવારીકાઓને જમાડવામાં આવે છે. આ દિવસે માતાજીને હવન પૂજા પણ કરવામાં આવે છે.જેની અંદર હોમાસ્ટક હવન કરવામાં આવતો હોય છે અને મહા ગૌરી દેવીનું આહવાન કરવામાં આવે છે. જેથી ભક્તોને સંતુષ્ટિ, પુષ્ટિ અને ઉત્તમ આરોગ્ય પ્રદાન કરે છે.

નવરાત્રિમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. દેવી દુર્ગાના આઠમા સ્વરૂપ મા મહાગૌરીની પૂજા ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની આઠમી તારીખે કરવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે આઠમ પર મા મહાગૌરીની સાચા દિલથી પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. માન્યતાઓ અનુસાર મા મહાગૌરીની પૂજા કરવાથી રાહુની ખરાબ અસર ઓછી થાય છે.આ દિવસે દેવી દુર્ગાની સાથે તેમના આઠમા સ્વરૂપ મા મહાગૌરીના આશીર્વાદ મેળવવા માટે સૌથી પહેલા લાકડાના બાજઠ પર અથવા મંદિરમાં મહાગૌરીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો. ત્યારબાદ સફેદ કપડું બિછાવી તેના પર મહાગૌરી યંત્ર મૂકી યંત્રની સ્થાપના કરો. આ પછી ફૂલ લઈને માતાનું ધ્યાન કરો, દીવો પ્રગટાવો અને તેને ફળ, ફૂલ, નૈવેદ્ય વગેરે ચઢાવો અને આરતી કરો. લગ્નમાં આવતા અવરોધોને દૂર કરવા માટે મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે મહાગૌરીની પૂજા કરવાથી દામ્પત્ય જીવન સુખમય રહે છે. આ સાથે પારિવારિક કલહનો પણ અંત આવે છે. નવરાત્રિમાં અષ્ટમી પર કન્યાની પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિમાં કન્યાઓની પૂજાથી દેવી દુર્ગા પ્રસન્ન થાય છે અને ભક્તોને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. 

 

Reporter:

Related Post