સાવલી પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર દેશ વિરુદ્ધ નફરત અને વાતાવરણ દૂષિત કરે તેવી વાંધાજનક પોસ્ટ કરનાર ૬૩ વર્ષીય ઈસમની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરતા આગામી ૧૫ મે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે
પહેલગામ હુમલા બાદ તણાવ ભરી સ્થિતિને દેશ રાજ્ય જિલ્લો અને શહેરનું વાતાવરણ ન દહોળાય તે માટે સરકારની વિવિધ એજન્સીઓ દ્વારા સોશિયલ મીડિયા પર ખાસ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને ભડકાઉ ભ્રામક અને ભ્રમિત કરનાર પોસ્ટ કે લખાણ વાયરલ ન કરવા સરકાર તરફથી આદેશ આપવામાં આવ્યા હતા તેના પગલે પોલીસ અને સરકારની વિવિધ એજન્સીઓ ભારે સતર્કતા થી સતત સોશિયલ મીડિયા પર વોચ રાખી રહી છે. તેવામાં સાવલીના સત્તારમીયા નાસીર મિયા શેખ રહે સાવલી ઉ ૬૩ વર્ષના એ ફેસબુક પર દેશના વડાપ્રધાન અને દેશના ઝંડાનો વાંધાજનક વિડીયો રિપોસ્ટ કર્યો હતો પોલીસે દેશની સેનાના પરાક્રમને બિરદાવાના બદલે પ્રજામાં ભય અને ગભરાટ પેદા થાય તેવા હેતુથી વિડિયો પોસ્ટ કરવાના આરોપસર ૬૩ વર્ષીય ઈસમની ધરપકડ કરીને જેલભેગો કર્યો છે
હાલ હાલ ભારત અને પાકિસ્તાનના તણાવ ભર્યા સંબંધો અને વાતાવરણ સર્જાયું છે અને આ પ્રકારની ભડકાઉ પોસ્ટ લખાણ અથવા વિડીયોથી દૂર રહેવા માટે તાકીદ કરવામાં આવી છે તેવામાં સાવલીના આ ઈસમ દ્વારા સરકારને અપીલ વિરુદ્ધનું કૃત્ય કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સત્તાર શેખ નામના હિસાબે ફેસબુક પ્રોફાઈલ દ્વારા ભારતના ઝંડા અને વડાપ્રધાનને વાંધાજનક રીતે દર્શાવે તેવો વીડિયો રિપોસ્ટ કરી હતી પોલીસે કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ તેમજ અન્ય કોઈ સંગઠન સાથે સંકળાયેલ છે કે કેમ ?? અને અન્ય કોઈ પ્રવૃતિમાં સંકળાયેલ છે કે કેમ?? સહિતના કારણો રજૂ કરતા નામદાર કોર્ટે આગામી 15 મી મે ના ચાર વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. તસવીરમાં સાવલી નગરમાં રહેતા ૬૩ વર્ષીય સત્તાર શેખ દેશ વિરોધી પોસ્ટને રિપોસ્ટ કરનારનો ફોટો નજરે પડે છે
Reporter: admin