વડોદરા : મધ્યપ્રદેશના ભોપાલમાં એક ગમખ્વાર અકસ્માતના ચોંકાવનારા CCTV દ્રશ્યો સાથેનો વિડીયો સામે આવ્યો છે.

ભોપાલમાં ટ્રાફિક સિગ્નલ પર વાહનો રેડ સિગ્નલને કારણે ઉભા છે અને પાછળથી આવતી સ્કૂલબસે અહીં ઉભેલા 8 થી વધુ વાહનોને અડફેટે લીધા હતા, બસ સિગ્નલ પર ઉભી જ રહી ન હતી.આ ગમખ્વાર અકસ્માતમાં મહિલા ડૉક્ટરનું મોત થયું હતું. તેમજ 12 જેટલા લોકો ઘાયલ હતા. બસની બ્રેક ફેલ થયાનું સામે આવ્યુંછે, તો બસનું ફિટનેસ સર્ટી, ઇન્શ્યોરન્સ એક્સપાયર હતા તેવું પણ જાણવા મળ્યું છે.
Reporter: admin