વડોદરા :ગતરોજ ગણપતિ વિસર્જન દરમિયાન 42 મેડિકલ કેસો દાખલ કરવામાં આવ્યા છે જેમાંથી 30થી વધુ કેસ મારામારીના કારણે ઈજા પામનાર લોકોના છે.
જે શહેરની સયાજી હોસ્પિટલ ખાતે નોંધાયા છે.એક બાજુ શહેરમાં રંગે ચંગે શ્રીજીની વિસર્જન યાત્રા આયોજન કરવામાં આવ્યું હતું. એ લોકો ઉત્સાહભેર વાતાવરણમાં ઉજવણી કરતા હતા ત્યારે બીજી બાજુ ઘણી જગ્યા ઉપર મારામારીના પણ બનાવ બનવા પામ્યા હતા. લોકોને ઈજા થતા ની સાથે જ સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘણા લોકોને સામાન્ય ઇજા હોવાથી તાત્કાલિક રજા પણ આપવામાં આવી હતી જ્યારે અન્ય લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.
આ તમામ કહેશો વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે નોંધાવવામાં આવ્યા છે નોંધણીય છે કે તહેવારો હોય ત્યારે આ સામાજિક તત્વો દ્વારા આવી રીતના બનાવ બનવા પામતા હોય છે ત્યારે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે 30થી વધુ મારામારીના કેસો નોંધાવામાં આવ્યા છે જે તંત્ર દ્વારા વિચાર કરવા જેવું છે.
Reporter: admin