વડોદરા : શહેરમાં 31, ડિસે.ને ધ્યાને રાખીને પોલીસ દ્વારા ફતેગંજ સેફરોન સર્કલ પાસે સઘન બંદોબસ્ત સાથે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

વડોદરા સહિત દેશભરમાં 31 ડિસે.ની ઉજવણીને લઇને પોલીસે કમર કસી છે. વડોદરા શહેર પોલીસ દ્વારા વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તપાસ હાથ ધરી રહ્યું છે. ત્યારે વડોદરા શહેર ફતેગંજ વિસ્તારમાં આવેલ સેફરોન સર્કલ પાસે પોલીસના કાફલા રોડ પર ઉતારી દેવામાં આવ્યા સાથે વાહન ચાલકોને સઘન ચેકિંગ કરતા નજરે પડ્યા હતા.

બ્રેથએનેલાઇઝર સાથે જવાનોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તો કેટલાક નશેબાજો અને અસામાજિક તત્વો પણ પોતાની કરતૂતોથી બાજ નથી આવતા. જેઓને ડામવા આ વખતે પોલીસે બ્રેથએનેલાઇઝર ચેકિંગ કરવામાં આવ્યું હતું જો કોઈ વાહન ચાલક નશો કરી બહાર નીકળ્યો હોય તો તેની સામે કડક કાર્યવાહી કરવાની પણ તૈયારી રાખી હતી સાથે વહાણ ચાલકોની ડેકી, તેમજ વાહનના અન્ય પેપરની પણ ચકાસણી કરવામાં આવી હતી.






Reporter: admin