અમદાવાદ : શહેરના વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વો દ્વારા આતંક મચાવાની ઘટના બાદ પોલીસ વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે.
મંગળવારે 18 માર્ચ, 2025 સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા 215 પોલીસ કર્મચારીઓની આતંરિક બદલીઓ કરવામાં આવી હતી, ત્યારબાદ હવે અમદાવાદના પૂર્વ વિસ્તારના એક સાથે 28 PIની બદલી કરી દેવામાં આવી છે. વસ્ત્રાલમાં વધતા જતા ગુંડા તત્ત્વોનો આતંક અને વસ્ત્રાલની ઘટના બાદ અમદાવાદ સીપીએ મોટી કાર્યવાહી કરી છે. રામોલ પોલીસ સ્ટેશનના પી.આઇ. એસ.બી ચૌધરીની કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી છે. જ્યારે એસ.ઓ.જી. વી.ડી. મોરીને રામોલમાં મુકાયા છે.
ઉલ્લેખનીય છે કે વસ્ત્રાલની ઘટના બાદ અમદાવાદ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા હતા. વસ્ત્રાલમાં પ્રજામાં ભય ફેલાવનારા આરોપીના મકાન પર હથોડા મારી તોડી પાડ્યા બાદ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 100 કલાકની અંદર સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. રાજ્યના અલગ અલગ શહેરોમાં અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે અને તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
Reporter: admin