વડોદરા : કોયલી ખાતે આવેલી IOCL કંપનીમાં થયેલ બ્લાસ્ટને પગલે બે યુવકોના મોત નીપજયા હતા આગ એટલી હદે બેકાબૂ બની હતી કે કુલ 30 ફાયર ફાઈટર દ્વારા આગ પર 12 કલાકે કાબુ મેળવવામાં આવ્યો
ત્યારે ચોક્કસ ક્યાંક ને ક્યાંક આઈઓસીએલ કંપની પણ મૂંઝવણમાં મોટો ગઇ હતી અને ગતરોજ બંને પરિવારના સભ્યો આરોસીએલ કંપનીની બહાર ધરણા પ્રદર્શન કર્યા હતા ત્યારે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા બંને પરિવારોને 25 -25 લાખ તેમજ તેમની ધર્મપત્નીઓને નોકરી અને બાળક માટેનું ભણતર વ્યવસ્થા ની જવાબદારી IOCL કંપનીએ ઉપાડી હતી.સાથે સતત જ્યારથી આ ઘટના બની ત્યારે કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ધર્મેન્દ્રસિંહ બાપુના સંપર્ક માં હતા.
ત્યારે આજરોજ આયોસીએલ કંપની ખાતે ધર્મેન્દ્રસિંહ વાઘેલાની આગેવાનીમાં મૃતક ધીમંત મકવાણા અને શૈલેષ મકવાણા પરિવારોને 20 20 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો અને બીજા પાંચ પાંચ લાખ દસ દિવસમાં તેમના ખાતામાં આપવામાં આવશે ત્યારે IOCL કંપનીના ED રાહુલ પ્રશાંત અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.એક બાજુ આ દુઃખદ ઘટના ઘટી પરંતુ બીજી બાજુ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મધ્યસ્થી કરીને પરિવારને આર્થિક મોટી સહાય અપાવીને ખૂબ સારી માનવતા દાખવી હોય તેમ કહી શકાય.
Reporter: admin