ગોંડલ: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી અને મગફળીની મબલખ આવક વધી રહી છે.જેના કારણે યાર્ડની બહાર બંને બાજુ જણસી ભરેલા વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી.
એક તરફ યાર્ડમાં આવક તો સારી એવી થઈ રહી છે અને બીજી તરફ મોટાભાગના ખેડૂતોને પોષાય એવા ભાવ મળતા નથી જેથી ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે.એમાં ય ખેડૂતો ડૂંગળીના વેચાણ કરી જે નાણા ઉપજે છે એમાં રાતાં પાણીએ રડી રહ્યા છે.જયારે મગફળીમાં ટેકાના સરકારી ભાવ કરતા નીચા ભાવે મગફળી પડાવી લેવાતી હોવાની લાગણી ખેડૂતો અનુભવે છે. બે દિવસ પહેલા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના અંદાજે ૧.૨૦ લાખ કટ્ટાની આવક થઈ હતી અને મગફળીની ૮૦ હજાર ગુણી આવક થઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં વહેલી સવારથી શરૂ થયેલી હરાજીમાં ડુંગળીના ૨૦ કિલોના ભાવ રૂપિયા ૨૦૦ થી ૯૦૦ સુધીના ભાવ બોલાયા હતા.
આ સાથે મગફળીના ૨૦ કિલોના ભાવ રૂપિયા ૮૦૦ થી ૧૨૦૦ સુધીનો ભાવ ખેડૂતોને મળ્યો હતો.ગોંડલ માર્કેટયાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો સારા ભાવની આશા એ આવતા હોય છે ,પરંતુ હાલ મોટાભાગનાં ખેડૂતો નિરાશ થઈ રહ્યા છે. લોધિકાથી આવેલા અશોકભાઈ કોટડીયાએ જણાવ્યું કે, અમારે ડુંગળીનું ૫ વીઘાનું વાવેતર હતુ જેની પાછળ ઓછામા ઓછો લાખથી દોઢ લાખનો ખર્ચો થયો હતો અને હવે મેળવેલ ઉત્પાદનનો ભાવ ફક્ત અઢી સો થી ત્રણ સો બોલાય છે તો એ પોષાય તેમ નથી સરેરાશ ૬૦૦ થી ૭૦૦ ભાવ મળે તો જ પોષાય એમ છે.આવી જ રીતે લોધિકાથી આવેલ અન્ય ખેડૂતે જણાવ્યું કે તેમણે પણ ૫ વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું હતું વરસાદના કારણે વધારે ખર્ચો થયો હતો . લાખથી દોઢ લાખનો ખર્ચો કર્યા બાદ આજે એ ડુંગળીના ભાવ ફક્ત ૨૯૧ રૂપિયા મળતા એ પોષાય એમ નથી સરેરાશ ૮૦૦ રૂપિયા ભાવ હોય તો પોષાય એક તરફ વરસાદના કારણે ૫૦ ટકા ઉત્પાદન
Reporter: admin