લોકસભાની ચૂંટણી બાદ 4 જૂને પરિણામ જાહેર કરવામાં આવશે. જો કે રાજકોટની ગોઝારી ઘટના બાદ રાજકોટ જિલ્લા ભાજપાએ અગાઉથી જાહેરાત કરી દીધી હતી કે પરિણામ બાદ કોઈ પણ પ્રકારનું જીતનું જશ્ન નહિ મનાવવામાં આવે.
ત્યારે મોડેમોડેથી હવે ભાજપણ પ્રદેશ પ્રમુખે પણ જાહેરાત કરી છે કે પરિણામ બાદ ન તો વિજય સરઘસ કડવું, ન ફટાકડા ફોડવા કે અન્ય કોઈ જશ્ન નહિ મનાવવો. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તમામ જિલ્લાના પ્રમુખોને જાણ કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી દ્વારા આ આદેશ આપવામાં આવ્યા છે. તેઓએ જણાવ્યા અનુસાર શું ન કરવું તેની યાદી નીચે મુજબ છે.
- મતગણતરી સ્થળ બહાર, કાર્યાલય ખાતે તેમજ અન્ય જાહેર સ્થળે ફટાકડા ફોડવા નહીં.
- મીઠાઈની વ્યવસ્થા રાખવી નહીં અને એકબીજાને મીઠાઈ ખવડાવવી નહીં.
- ફૂલની પાંદડી અને ગુલાલ ઉડાવીને અભિવાદન કરવું નહીં.
- કાર્યકરો ટોપી, ખેસ પહેરીને હાથમાં પાર્ટીના ઝંડા સાથે ભારત માતા કી જયના સૂત્ર સાથે વિજયને આવકારે.
- મતગણતરી બાદ વિજેતા ઉમેદવારે ખુલ્લી જીપ કે વાહનમાં વિજય સરઘસ કે રેલી કાઢવી નહીં અને ઢોલ-નગારાં કે - ડીજે સાઉન્ડની વ્યવસ્થા કરવી નહીં.
- કાર્યાલયમાં રોશની અને સુશોભન કરવું નહીં.
- વિજય થઈ ગયા પછી સન્માન સમારોહ પણ ટાળવા.
Reporter: News Plus