News Portal...

Breaking News :

સમા સંજયનગરમાં ગેરકાયદે ભૂંડ કતલખાનાં પર રેડ, મોટી માત્રામાં માંસ જપ્ત

2026-06-08 16:19:14
સમા સંજયનગરમાં ગેરકાયદે ભૂંડ કતલખાનાં પર રેડ, મોટી માત્રામાં માંસ જપ્ત



દર્શના એનિમલ વેલ્ફેર અને પોલીસની સંયુક્ત કાર્યવાહીથી બે સ્થળોએ દરોડા, સાધનો સાથે એકની અટકાયત.
 FSL તપાસ માટે નમૂનાઓ મોકલાયા છે અને વધુ તપાસ ચાલી રહી છે.
વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા સંજયનગરમાં ગેરકાયદે રીતે ચાલી રહેલા ભૂંડના કતલખાનાંનો પર્દાફાશ થયો છે. રવિવારે અમદાવાદની દર્શના એનિમલ વેલ્ફેર સંસ્થાના કાર્યકરો અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમે બાતમીના આધારે આ સ્થળે રેડ કરી હતી.



રેડ દરમિયાન બે દુકાનોમાંથી મોટી માત્રામાં ભૂંડનું માંસ, કતલ માટે વપરાતા ધારદાર હથિયારો તથા અન્ય સાધનસામગ્રી મળી આવી હતી. સ્થળ પરથી એક વ્યક્તિને અટકાયત કરવામાં આવી છે અને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કબજે કરાયેલા માંસના નમૂનાઓની ગુણવત્તા અને મૂળ પ્રાણીની ઓળખ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની મદદ લેવામાં આવી રહી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.




એનિમલ વેલ્ફેરની રેડમાં 200 કિલો માંસ જપ્ત
સમા સંજયનગર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા પ્રાણીઓના કતલખાનાં સામે દર્શના એનિમલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા પોલીસ સાથે સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી. દોઢ મહિના જૂની બાતમીના આધારે બે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા, જેમાં આશરે 150 થી 200 કિલો માંસ, કતલ માટે વપરાતા છરી, ધારિયા સહિતના સાધનો જપ્ત કરવામાં આવ્યા. આ કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે. સંસ્થાના પ્રવક્તા આકાશ મુજબ આ રેડ પ્રાણીઓના શોષણ સામે મહત્વપૂર્ણ પગલું છે. સ્થાનિક પોલીસ દ્વારા તમામ પુરાવા કબજે કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને સંડોવાયેલા લોકોની પૂછપરછ ચાલુ છે.

Reporter: admin

Related Post