લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના અગ્રણી નેતા રાહુલ ગાંધીના 56મા જન્મદિવસ નિમિત્તે વારાણસીમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ અનોખી રીતે ઉજવણી કરી હતી. આ પ્રસંગે કાર્યકરોએ રાહુલ ગાંધીને ભગવાન પરશુરામના સ્વરૂપમાં દર્શાવતા ચિત્રનો દૂધાભિષેક કરી તેમના પ્રત્યેનો સમર્થન અને સન્માન વ્યક્ત કર્યું હતું.
વારાણસીના ગંગા ઘાટ પર આયોજિત વિશેષ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં રાહુલ ગાંધીનું ચિત્ર પ્રદર્શિત કરવામાં આવ્યું હતું, જેમાં તેઓ ભારતીય બંધારણની નકલ હાથમાં ધરાવતા જોવા મળતા હતા.
કાર્યકરોએ ગંગા નદીના કિનારે દૂધાભિષેકની વિધિ પૂર્ણ કર્યા બાદ લાડુથી તૈયાર કરાયેલી વિશેષ કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી. ઉપસ્થિત કાર્યકરોએ રાહુલ ગાંધીના નેતૃત્વ, બંધારણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સામાજિક ન્યાય માટેના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
Reporter: admin







