News Portal...

Breaking News :

ચંડોળા તળાવની જગ્યામાં બાંધકામ તોડવાની ઝૂંબેશ રાતોરાત કેમ આટોપી લેવામાં આવી?

2025-05-02 10:20:35
ચંડોળા તળાવની જગ્યામાં બાંધકામ તોડવાની ઝૂંબેશ રાતોરાત કેમ આટોપી લેવામાં આવી?


અમદાવાદ :ચંડોળા તળાવની જગ્યામાં ગેરકાયદેસર બાંધવામાં આવેલા બાંધકામ તોડવાની ઝૂંબેશ ઉપર મ્યુનિસિપલ તંત્ર દ્વારા રાતોરાત આટોપી લેવામાં આવી હતી. 


ગુરુવારે ગની પથ્થરવાલા દ્વારા મિલ્લતનગર વિસ્તારમાં બનાવાયેલી દસ ઓરડી અને એક ગોડાઉન તંત્ર દ્વારા તોડી પાડી એક હજાર ચોરસમીટર જગ્યા ખુલ્લી કરાઈ હતી. બે દિવસમાં ચંડોળા તળાવની 1.5 લાખ ચોરસમીટર જગ્યામાં બાંધવામાં આવેલા લલ્લા બિહારીના બાંધકામ સહિત અન્ય બાંધકામ દુર કરાયા હતા.રાજકીય દબાણ આવતા બુધવારે રાતથી જ ચંડોળા તળાવની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ તોડવાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.હજુ પચાસ હજાર ચોરસમીટર જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ ફેલાયેલા છે. 


આ બાંધકામોને તોડવાના બદલે તંત્રે કોના દબાણથી કામગીરી સ્થગિત કરી એ બાબત ચર્ચાનો વિષય બની છે.બે દિવસથી ચંડોળા તળાવની જગ્યામાં બંધાયેલા ગેરકાયદેસર બાંધકામ તોડવા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી 500થી વધુ કર્મચારી, અધિકારીઓના સ્ટાફ ઉપરાંત 50 જે.સી.બી., 50 ડમ્પર અને ટ્રક સહિતની મશીનરી સાથે ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી શરુ કરવામાં આવી હતી.ચંડોળા તળાવની જગ્યામાં મ્યુનિસિપલ તંત્ર દ્વારા પોલીસ અને એસ.આર.પી.ના ચુસ્ત બંદોબસ્ત સાથે ગેરકાયદેસર બાંધકામ તોડવાની ચાલી રહેલી કામગીરીને લઈ અચાનક યુ -ટર્ન આવ્યો હતો.

Reporter: admin

Related Post