News Portal...

Breaking News :

PM મોદીના ઉત્તરાધિકારી કોણ : શાહ, યોગી કે ગડકરી બનશે

2024-08-24 10:13:53
PM મોદીના ઉત્તરાધિકારી કોણ : શાહ, યોગી કે ગડકરી બનશે


નવી દિલ્હી : હાથ ધરાયેલા સરવે અનુસાર, 25 ટકાથી વધુ લોકોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. 


ત્યારબાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી જેવા વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પછી સીએમ યોગી આદિત્યનાથને 19 ટકા મત મળ્યા હતા. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી 13 ટકા મત મેળવીને ત્રીજા નંબર પર છે. આ ઉપરાંત કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ બંનેને લગભગ 5 ટકા મત મળ્યા છે.છેલ્લા બે સરવેમાં 28 ટકા અને 29 ટકા લોકોએ અમિત શાહને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યા હતા. 


દક્ષિણ ભારતમાં 31 ટકાથી વધુ લોકો પણ માનવું છે કે, અમિત શાહ આગામી પીએમ પદ તરીકે સારા ઉમેદવાર બની શકે છે.દક્ષિણ ભારતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું 31 ટકા એપ્રુવલ રેટિંગ તમામ પ્રદેશોમાં સૌથી વધુ છે. જ્યારે સમગ્ર દેશમાં 25 ટકા સમર્થન છે. અમિત શાહની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી તરીકે સીએમ યોગી આદિત્યનાથને સમર્થન આપતા લોકોની ટકાવારીમાં પણ ઘટાડો થયો છે. સીએમ યોગી આદિત્યનાથનું સમર્થન ઓગસ્ટ 2023માં 25 ટકાથી ઘટીને ફેબ્રુઆરી 2024માં 24 ટકા થયું હતું. હવે 19 ટકા લોકોએ તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યા છે. લગભગ 13 ટકા લોકોએ નીતિન ગડકરીને સંભવિત વિકલ્પ તરીકે પસંદ કર્યા.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ યોગી આદિત્યનાથના રેટિંગમાં ઘટાડા પછી સવાલ એ ઊભો થાય છે કે તેમના રેટિંગમાં થયેલા ઘટાડાનો ફાયદો કોને થયો. તો ઓગસ્ટ 2024ના સરવેના પરિણામો દર્શાવે છે કે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને શિવરાજ સિંહ ચૌહાણને તેનો ફાયદો થયો છે.

Reporter: admin

Related Post