News Portal...

Breaking News :

4 મિનિટ, 34 સ્ટાર્સ! ‘વેલકમ ટુ ધ જંગલ’એ રચ્યો ભારતીય સિનેમાનો નવો ઇતિહાસ

2026-06-17 16:46:33
4 મિનિટ, 34 સ્ટાર્સ! ‘વેલકમ ટુ ધ જંગલ’એ રચ્યો ભારતીય સિનેમાનો નવો ઇતિહાસ

34 કલાકારોની વિશાળ સ્ટારકાસ્ટ સાથે ફિલ્મનો ટ્રેલર ચર્ચામાં, કોમેડી અને એક્શનનો જોરદાર તડકો

મુંબઈ: બોલિવૂડની બહુચર્ચિત ફિલ્મ **‘વેલકમ ટુ ધ જંગલ’**નો ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા અને ફિલ્મપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાર મિનિટથી વધુ લાંબા આ ટ્રેલરમાં માત્ર ફિલ્મની ઝલક જ નહીં, પરંતુ 34 મુખ્ય કલાકારોની વિશાળ સ્ટારકાસ્ટ પણ જોવા મળે છે, જેને ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી મોટા મલ્ટીસ્ટારર ટ્રેલરોમાંનો એક ગણવામાં આવી રહ્યો છે.

ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે, જ્યારે સુનીલ શેટ્ટી અને અરશદ વારસી પોતાના હાસ્ય અને અભિનયથી મનોરંજનનો ડોઝ વધારતા નજરે પડે છે. ટ્રેલરમાં કોમેડી, એક્શન અને અફરાતફરીથી ભરપૂર દૃશ્યો દર્શકોને આકર્ષી રહ્યા છે.

ફિલ્મની સ્ટારકાસ્ટમાં પરેશ રાવલ, જૉની લીવર, રાજપાલ યાદવ, તુષાર કપૂર, શ્રેયસ તળપદે, કૃષ્ણા અભિષેક અને કીકૂ શારદા જેવા જાણીતા હાસ્ય કલાકારોનો સમાવેશ થાય છે. ઉપરાંત રવીના ટંડન, લારા દત્તા, દિશા પટાણી અને જેકલીન ફર્નાન્ડિઝ ફિલ્મમાં ગ્લેમરનો તડકો ઉમેરતા જોવા મળે છે.

વિલનના પાત્રમાં જેકી શ્રોફ નજરે પડે છે, જ્યારે ફરીદા જલાલ, આફતાબ શિવદાસાની, શારીબ હાશ્મી, મુકેશ તિવારી, યશપાલ શર્મા, ઝાકિર હુસૈન, પુનીત ઇસ્સર, ફિરોઝ ખાન અને દલેર મહેંદી જેવા અનુભવી કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મના નિર્માતા ફિરોઝ એ. નાડિયાડવાલા અને દિગ્દર્શક અહમદ ખાને આ ફિલ્મને માત્ર એક મનોરંજનાત્મક પ્રોજેક્ટ નહીં, પરંતુ અનેક પ્રતિભાશાળી કલાકારોને એકસાથે લાવતું વિશાળ સિનેમેટિક વિશ્વ બનાવવાનો પ્રયાસ કર્યો છે. ટ્રેલરને મળતા પ્રતિસાદને જોતા ફિલ્મ પ્રત્યે દર્શકોની અપેક્ષાઓ વધુ વધી રહી છે. 34 કલાકારોની હાજરીને કારણે આ ટ્રેલર ભારતીય સિનેમાના સૌથી મોટા સ્ટારકાસ્ટ ધરાવતા ટ્રેલરોમાં સ્થાન મેળવશે તેવી ચર્ચા ચાલી રહી છે.

Reporter:

Related Post