News Portal...

Breaking News :

વડોદરાના રસ્તાઓ પર પાણી રેલાયું, વિરામ બાદ મેઘરાજાએ વડોદરા ખાતે પણ પધરામણી કરી

2024-07-22 16:26:58
વડોદરાના રસ્તાઓ પર પાણી રેલાયું, વિરામ બાદ મેઘરાજાએ વડોદરા ખાતે પણ પધરામણી કરી


મેઘરાજાએ ફરી એકવાર વડોદરાવાસીઓ પર મહેર વરસાવી. લાંબા બ્રેક બાદ વડોદરાના વિવિધ વિસ્તરોમાં વરસાદી માહોલ જામ્યો.


શહેરના અલકાપુરી, નિઝામપુરા, ખોડિયારનગર, સમા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. જેના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી. વિરામ બાદ મેઘરાજાએ વડોદરા ખાતે પણ પધરામણી કરી. છેલ્લા ઘણાય સમયથી વડોદરા સાથે સંતાકૂકડી રમતો વરસાદ આખરે આજે જોવા મળ્યો. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં છુટ્ટોછવાયો વરસાદ વરસ્યો. વરસાદી સીઝન હોવા છતાંય કેટલાય દિવસોથી શહેર જિલ્લામાંથી વરસાદ ગેરહાજર જોવા મળ્યો. 


આકાશમાં વાદળો તો બંધાય છે પરંતુ મેઘમહેર નથી વરસતી. જેના કારણે વડોદરાવાસીઓ બફારાથી હેરાન પરેશન થઇ ગયા છે. પરંતુ આજે મેઘરાજાએ ફરી એકવાર દેખાદેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આજે શહેરના સમા, નિઝામપુરા, ખોડિયારનગર, અમિતનગર, દરજીપુરા, અલકાપુરી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. જેના કારણે વડોદરાવાસીઓને ગરમીથી આંશિક રાહત મળી છે.  ફરીએકવાર વડોદરાના રસ્તાઓ પર પાણી રેલાયું છે.

Reporter: admin

Related Post