News Portal...

Breaking News :

વ્રજધામથી 'Feed the Hungry' વૈશ્વિક અભિયાનનો પ્રારંભ

2026-07-30 10:44:54
વ્રજધામથી 'Feed the Hungry' વૈશ્વિક અભિયાનનો પ્રારંભ

ગુરુપૂર્ણિમાથી લઈને દિવાળી સુધી VYOની ભારત સહિત વિશ્વભરમાં આવેલી તમામ શાખાઓના સહયોગથી એક લાખથી વધુ જરૂરિયાતમંદ અને ભૂખ્યા લોકોને ભોજન પૂરું પાડવામાં આવશે. આ અભિયાન ભારત ઉપરાંત અમેરિકા, કેનેડા, આફ્રિકા, યુનાઇટેડ કિંગડમ, ગલ્ફ દેશો, ઓસ્ટ્રેલિયા અને યુરોપ સહિત અનેક દેશોમાં અમલમાં મૂકવામાં આવશે. સંસ્થાએ આગામી સમયમાં વધુ 50 દેશોમાં પોતાનું નેટવર્ક વિસ્તરાવવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો.

વધુ માં જણાવ્યું હતું કે, આ સેવા કાર્યમાં કોઈપણ પ્રકારના નાત-જાત, ધર્મ કે વર્ણના ભેદભાવ વિના દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી ભોજન પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. વ્રજધામ સંકુલ દ્વારા અગાઉથી જ વિવિધ શૈક્ષણિક અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે, જેમાં દર મહિને 350થી વધુ વિધવા બહેનોને અન્નદાન પણ કરવામાં આવે છે.
ગુરુપૂર્ણિમાના અવસરે વ્રજકુમાર મહોદયએ સૌને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, ગુરુનું માર્ગદર્શન જીવનમાં સાત્વિકતા, સાચી દિશા અને આત્મકલ્યાણની પ્રેરણા આપે છે.

માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણી અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે તમામ મતદારોને મતદાન કરવાની અપીલ કરતાં કહ્યું કે, "મતદાન કરવું એ દરેક નાગરિકનું પરમ કર્તવ્ય છે. 'પહેલા મતદાન, પછી જલપાન'ના સંકલ્પ સાથે દરેક નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ."
આ કાર્યક્રમમાં વડોદરા શહેરના સાંસદ ડૉ. હેમાંગ જોશી, શહેર ભાજપ અધ્યક્ષ ડૉ. જયપ્રકાશ સોની,આઈ એમ એ ના પ્રમુખ do👌. મિતેષ શાહ માંજલપુર પેટાચૂંટણીના ભાજપ ઉમેદવાર સતીશ પટેલ તેમજ મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Reporter: admin

Related Post