હોકી વર્લ્ડ કપ 2026 પહેલાં ભારતીય હોકી ટીમની નવી નારંગી જર્સીને લઈને વિવાદ ઊભો થયો છે. વર્ષોથી નીલી જર્સીમાં રમતી ભારતીય ટીમ હવે વર્લ્ડ કપમાં નારંગી રંગની કિટમાં જોવા મળશે. આ નિર્ણયને લઈને પૂર્વ કેપ્ટન વીરેન રાસ્કિન્હાએ સવાલો ઉઠાવ્યા છે, જ્યારે હોકી ઇન્ડિયાના અધ્યક્ષ દિલીપ તિર્કીએ તેનો બચાવ કર્યો છે.
પૂર્વ કેપ્ટન વીરેન રાસ્કિન્હાએ જણાવ્યું કે નીલી જર્સી ભારતીય હોકી ટીમની ઓળખ રહી છે અને તેને બદલવાનું કોઈ વાજબી કારણ સમજાતું નથી. તેમણે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે ટીમની પરંપરાગત ઓળખ જાળવવી જોઈએ.
બીજી તરફ હોકી ઇન્ડિયાના અધ્યક્ષ દિલીપ તિર્કીએ જણાવ્યું કે નવી જર્સીનો રંગ ખેલાડીઓ, ટીમના કેપ્ટન, કોચ અને સપોર્ટ સ્ટાફના સૂચનના આધારે પસંદ કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે જો વર્લ્ડ કપ બાદ ખેલાડીઓને આ જર્સી પસંદ નહીં પડે તો ભવિષ્યમાં તેમાં ફેરફાર પણ થઈ શકે છે.
Reporter: admin







