News Portal...

Breaking News :

વડોદરા શહેર પોલીસ કમિશ્નર સાથે તકેદારી સમિતિ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સભ્યોની મુલા

2025-01-25 09:49:11
વડોદરા શહેર પોલીસ કમિશ્નર સાથે તકેદારી સમિતિ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સભ્યોની મુલા


વડોદરા શહેર પોલીસ કમિશ્નર સાથે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ની તકેદારી અને મોનેટરીંગ સમિતિ વડોદરા શહેરના સભ્ય એડવોકેટ હર્ષદ પરમાર અને સામાજિક કાર્યકર્તા શિલ્પા સોલંકી એ શુભેચ્છા મુલાકાત કરી હતી  


આ સમિતિના અધ્યક્ષ શહેર પોલીસ કમિશ્નર હોય તેમની પાસે થી સમિતિને લગતી કાર્યવાહીની માહિતી અને માર્ગદર્શન મેળવ્યું હતું જયારે નવ નિયુક્ત સભ્ય એડવોકેટ હર્ષદ પરમાર એ એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદો માં ઝડપી ન્યાય મળે અને ઝડપી કાર્યવાહી થાય તથા  ભોગ બનનારને ત્વરિત કાયદકીય જરૂરી સહાય મળે  તે માટે પણ વાત કરી હતી થોડા વખત પેહલા વિધર્મી ગુંડા તત્વો એ  યુવાન તપન પરમારની હત્યા કરી હતી.આ બનાવમાં સ્પેસીઅલ સરકારી વકીલની નિમણુંક પણ સરકાર દ્વારા કરાઈ છે  


ભોગ બનનાર પરિવારજનો ને ઝડપી ન્યાય મળે તે માટે આ કેસ ઝડપી ચાલે અને ટૂંકા ગળામાં આરોપીઓને કડક માં કડક સજા થાય તે માટે પણ વાત મૂકી હતી સાથે બે દિવસ પેહલા અનુસૂચતિ જાતિ સમાજની નોકરી કરતી યુવતી પર હોસ્પિટલમાં સાથે નોકરી કરતા વિધર્મી યુવક એ આ યુવતી પર બળાત્કાર ગુજર્યો હતો આ ઘટનામાં પણ ભોગ બનનાર ને ઝડપી ન્યાય મળે તે માટે રજુઆત કરી હતી અને બળાત્કારીને કડક માં કડક સજા થાય તેમ રજુઆત કરી હતી

Reporter: admin

Related Post