News Portal...

Breaking News :

વિજય દિવસ : ૧૯૭૧ ની લડાઈમાં યોગદાન આપનાર લડવૈયાઓનું સન્માન કરાયું

2024-12-16 16:39:56
વિજય દિવસ : ૧૯૭૧ ની લડાઈમાં યોગદાન આપનાર લડવૈયાઓનું સન્માન કરાયું


વડોદરા : ૧૬ ડિસેમ્બર ૧૯૭૧ નો દિવસ દેશના ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ દિવસ ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને પરાજિત કરી અને પૂર્વ પાકિસ્તાનને તેમના દમન અને જુલમથી મુક્ત કરાવ્યું હતું. 


આ દિવસ બાંગ્લાદેશના જન્મનો દિવસ થયો હતો. જેથી ભારત અને બાંગ્લાદેશ બંનેમાં ૧૬ ડિસેમ્બરે વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરના પ્રોડક્ટિવિટી રોડ ખાતે આવેલા એફ ટુ એન એથનિક ડિઝાઇનિંગ સ્ટૂડિયો ખાતે ૧૯૭૧ ની લડાઈમાં યોગદાન આપનાર લડવૈયાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જે વિશે માહિતી આપતા એફ ટુના સંચાલક અમિત શહદાતપુરીએ જણાવ્યું હતું કે, દેશની સીમાઓ પર દુશ્મનો સામે લડત આપીને આપણી રક્ષા કરનાર લડવૈયાઓ માટે નાનપણથી જ કંઈક વિશેષ કરવાની ઇચ્છા હતી. 


જેના કારણે વિજય દિવસના રોજ ૧૯૭૧ ના ઈન્ડો - પાક યુદ્ધના રિયલ હીરો એવા કર્નલ વિનોદકુમાર ફલનીકર, કોર્પલ ચંદ્રપ્રકાશ વારડે તથા જુનિયર વોરંટ ઑફિસર જગદીશ શાહ સાથે લેફ્ટનન્ટ કર્નલ (ડૉ.) કમલપ્રીત સાગી, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન અધિકારી, વડોદરા ઉપરાંત ચિંતન પરીખ ભૂતપૂર્વ NCC કેડેટનું ભારતીય તિરંગાના મોમેન્ટો સાથે વિશેષ ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

Reporter: admin

Related Post