News Portal...

Breaking News :

વીસીસીઆઈ એક્સપો ૨૦૨૬: મધ્ય ગુજરાતના MSME ઉદ્યોગોની શક્તિ અને વિકાસનું ભવ્ય પ્રદર્શન યોજાશે

2026-06-14 11:10:07
વીસીસીઆઈ એક્સપો ૨૦૨૬: મધ્ય ગુજરાતના MSME ઉદ્યોગોની શક્તિ અને વિકાસનું ભવ્ય પ્રદર્શન યોજાશે


વીસીસીઆઈ એક્સપો ૨૦૨૬: મધ્ય ગુજરાતના MSME ઉદ્યોગોની શક્તિ અને વિકાસનું ભવ્ય પ્રદર્શન યોજાશે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારતે છેલ્લા ૧૨ વર્ષમાં વિકાસ, આત્મનિર્ભરતા અને વૈશ્વિક પ્રતિષ્ઠાના નવા આયામો સર કર્યા છે. ‘મેક ઇન ઇન્ડિયા’, ‘આત્મનિર્ભર ભારત’, ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘સ્કિલ ઇન્ડિયા’ ૨૦૨૬ પણ આ જ રાષ્ટ્રનિર્માણના વિઝનને આગળ વધારતું એક મહત્વપૂર્ણ પગલું છે, જે સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક તકો સાથે જોડીને ‘વોકલ ફોર લોકલ’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ના સંકલ્પને વધુ મજબૂત બનાવશે. MSME ક્ષેત્રને સશક્ત બનાવીને ભારતને વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન અપાવવાના પ્રધાનમંત્રીશ્રીના વિઝનને સાકાર કરવામાં મહત્વનુ યોગદાન આપશે મધ્ય ગુજરાતના લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો (MSME)નું પ્રતિનિધિત્વ કરતી અગ્રણી સંસ્થા વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી.મધ્ય ગુજરાતના લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો (MSME)નું પ્રતિનિધિત્વ કરતી અગ્રણી સંસ્થા વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (VCCI) દ્વારા આજે “વીસીસીઆઈ એક્સપો ૨૦૨૬”ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ ભવ્ય ઔદ્યોગિક પ્રદર્શન આગામી ૨૪ થી ૨૭ ડિસેમ્બર, ૨૦૨૬ દરમિયાન વડોદરાના નવલખી મેદાન ખાતે યોજાશે.વીસીસીઆઈના ચેરમેન હિમાંશુ પટેલે જણાવ્યુ કે આશરે ૯ લાખ ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં યોજાનારા આ એક્સપોમાં ૭૦૦થી વધુ ઉદ્યોગો અને સંસ્થાઓ ભાગ લેશે. દેશ-વિદેશના ઉદ્યોગકારો, ખરીદદારો, વેચાણકારો, વ્યાવસાયિકો, સરકારી અધિકારીઓ અને રોકાણકારો માટે આ એક્સપો મહત્વપૂર્ણ મંચ સાબિત થશે.વીસીસીઆઈ આજે ૨૫૦૦થી વધુ MSME સભ્યો સાથે મધ્ય ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવી રહી છે. વર્ષ ૧૯૯૦થી વેપાર, ઉદ્યોગ અને ઉદ્યોગકારોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત વીસીસીઆઈએ અનેક મહત્વપૂર્ણ પહેલો દ્વારા ઉદ્યોગ જગતને નવી દિશા આપી છે.વીસીસીઆઈ એક્સપો માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ ઉદ્યોગો, સરકાર, ટેક્નોલોજી પ્રદાતાઓ, ખરીદદારો અને રોકાણકારોને એક જ મંચ પર લાવતું સશક્ત પ્લેટફોર્મ છે. આ માધ્યમથી ઉદ્યોગકારોને પોતાના ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવા, નવી ટેક્નોલોજી વિશે જાણકારી મેળવવા, નવા બજારો શોધવા તથા વ્યાપારિક સંબંધો મજબૂત બનાવવાની તક મળશે.

વીસીસીઆઈ સંસ્થાનો હેતુ માત્ર આર્થિક લાભ મેળવવાનો નથી, પરંતુ ઉદ્યોગોના વિકાસ, આત્મનિર્ભરતા અને સ્પર્ધાત્મકતાને પ્રોત્સાહન આપવાનો છે. સામાજિક જવાબદારી અને ઔદ્યોગિક વિકાસના મૂલ્યોને કેન્દ્રમાં રાખીને વીસીસીઆઈ સતત કાર્યરત રહી છે. વડોદરા અને આસપાસનો વિસ્તાર આજે ગુજરાતના સૌથી મહત્વપૂર્ણ ઔદ્યોગિક કેન્દ્રોમાંનો એક છે. ૧૭૦૦૦થી વધુ ઉદ્યોગો ધરાવતો આ વિસ્તાર આયાત-નિકાસ અને ઉત્પાદન ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આવા સમયે વીસીસીઆઈ એક્સપો ઉદ્યોગોને નવી તકો અને વૈશ્વિક બજારો સાથે જોડવાનું મહત્વનું સાધન બનશે. કોરોના મહામારી બાદ વર્ષ ૨૦૨૩માં યોજાયેલા વીસીસીઆઈ એક્સપોને મળેલી અભૂતપૂર્વ સફળતા બાદ ઉદ્યોગજગત તરફથી ફરીથી એક્સપો યોજવાની જોરદાર માંગ ઉઠી હતી. આ પ્રતિસાદને ધ્યાનમાં રાખીને વીસીસીઆઈ એક્સપો ૨૦૨૬નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
 

સેમીકન્ડક્ટર અને નવી ટેક્નોલોજી પર વિશેષ ફોકસ
આ વખતે એક્સપોમાં એડવાન્સ મેન્યુફેક્ચરિંગ, સેમીકન્ડક્ટર, ઓટોમેશન, નવીન ટેક્નોલોજી અને ભવિષ્યલક્ષી ઉદ્યોગોની તકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ગુજરાત સેમીકન્ડક્ટર ક્ષેત્રે વૈશ્વિક હબ તરીકે ઉભરતું હોવાથી MSME ઉદ્યોગોને આ ક્ષેત્ર સાથે જોડવા માટે પણ વિશેષ પ્રયાસો કરવામાં આવશે.વીસીસીઆઈએ દેશ અને દુનિયાના તમામ ઉદ્યોગકારો, વ્યાવસાયિકો, ખરીદદારો, વેચાણકારો અને ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ હિતધારકોને વીસીસીઆઈ એક્સપો ૨૦૨૬માં સહભાગી થવા માટે ખુલ્લું આમંત્રણ પાઠવ્યું છે.
વીસીસીઆઈના હોદેદારોને વિશ્વાસ છે કે આ એક્સપો ઉદ્યોગો, સરકાર અને સમાજ વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવશે તેમજ ગુજરાત અને ભારતની ઔદ્યોગિક ક્ષમતાને વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરવા માટે એક સશક્ત મંચ પૂરું પાડશે. વધુ માહિતી અને ભાગીદારી માટે રસ ધરાવતા ઉદ્યોગો તથા સંસ્થાઓ વીસીસીઆઈનો સંપર્ક કરી શકે છે.

Reporter: admin

Related Post