શહેરના કેવડાબાગ વિસ્તારમાં આવેલા દ્વારકાધીશ સુખધામ, બેઠક મંદિર ખાતે તૃતીય પિઠાધિશ્વર કાંકરોલી નરેશ પ.પૂ.ગો.વાગીશકુમાર મહોદયજીના મંગલમય જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

અહીં બેઠક મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમા મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ રાજકીય તથા અન્ય સંગઠનોના આગેવાનો એ ઉપસ્થિત રહી જન્મદિવસના મંગલ વધામણા કર્યા હતા.





Reporter: admin