News Portal...

Breaking News :

વડોદરાના સરસિયા તળાવ ખાતે મોહરમને લઈ બોમ્બ અને ડોગ સ્ક્વોડનું ચેકિંગ

2026-06-26 14:15:05
વડોદરાના સરસિયા તળાવ ખાતે મોહરમને લઈ બોમ્બ અને ડોગ સ્ક્વોડનું ચેકિંગ

વડોદરા શહેરમાં મોહરમ પર્વને ધ્યાનમાં રાખીને સરસિયા તળાવ ખાતે તાજીયા વિસર્જન પ્રક્રિયા શરૂ થઈ છે. આ પ્રસંગે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે સરસિયા તળાવ વિસ્તારમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર વિસ્તારમાં શંકાસ્પદ વસ્તુઓ અથવા પ્રવૃત્તિઓની તપાસ કરીને સુરક્ષા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

તાજીયા વિસર્જન દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્ર થવાની શક્યતા હોવાથી પોલીસ દ્વારા પૂર્વ તૈયારી સાથે તકેદારીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. સ્થળ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

Reporter: admin

Related Post