News Portal...

Breaking News :

દસમા ચાંદે શહેરભરમાં તાજીયાની સવારી; હિંદુ-મુસ્લિમ સાંપ્રદાયિક સૌહાર્દની અનોખી પરંપરા યથાવત

2026-06-26 13:28:11
દસમા ચાંદે શહેરભરમાં તાજીયાની સવારી; હિંદુ-મુસ્લિમ સાંપ્રદાયિક સૌહાર્દની અનોખી પરંપરા યથાવત

વડોદરા શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આજે દસમા ચાંદે તાજીયાને વિસર્જન કરી ઠંડા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ બહુચરાજી મંદિરે ઈમામવાડાના તાજીયાને જુલુસ કાઢી પાણીનો છંટકાવ કરી ઠંડો કરવામાં આવ્યો હતો

છેલ્લા ઘણા વર્ષથી ખાટકીવાડા ગૌસિયા મસ્જિદ પાસે તાજીયાની સ્થાપના કરવામાં આવે છે. આ તાજીયા ઈમામવાડામાં ગુલાબજળનો છટકાવ કરી પાછા મૂકી દેવાય છે અને પછી બીજા વર્ષે આજ તાજીયા ફરીથી બેસાડવામાં આવે છે. હઝરત ઇમામ હુસેનની શહાદતની યાદમાં મોહરમ પર્વની ઉજવણી કરાય છે. મુસ્લિમો માટે આ નવા વર્ષનો પર્વ શોકનો પર્વ છે.

વડોદરા શહેરમાં મુસ્લિમ બિરાદરો તેમના ધાર્મિક પર્વ એવા મહોર્રમની ઉજવણી કર્યા બાદ આજરોજ દસમા ચાંદે શહેરમાં તાજીયાઓની સવારી કાઢવામાં આવી રહી છે. જેમાં શહેરના ઈમામવાડાના તાજીયાને પરંપરા અનુસાર પૌરાણિક બહુચરાજી મંદિરે ખોલવામાં આવ્યા છે. શ્રીફળ વધેરી જળનો છંટકાવ કરી મંદિરના પૂજારીએ તાજીયાને ટાઢા કર્યા હતા. તાજીયાને તૈયબી મસ્જીદની પાછળના મેદાને લઈ જઈ દફનવિધી કરાશે.

Reporter: admin

Related Post