ઓપરેશન સિંદુરની સફળતા બાદ પ્રથમ વખત ગુજરાત પધારી રહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વાગત કરવા માટે સમગ્ર વડોદરા શહેર અને જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ખાસ કરીને નારીશક્તિ વડાપ્રધાન ઓવારણા લેવા માટે આતુર છે. વડોદરા શહેરમાં સિંદુર સન્માન યાત્રામાં સહભાગી થવા માટે પધારી રહેલા વડાપ્રધાનશ્રીને આવકારવા વિવિધ કલા સમુહોએ એરપોર્ટ રોડ ઉપર ભીડ જમાવી છે. તેમાં એક અહિલ્યાબાઇ હોલ્કર ગ્રુપની મહિલાઓ પણ એરપોર્ટ રોડ ઉપર જોવા મળી રહી છે.

ભારતની સાંસ્કૃતિ વિરાસતને પુનર્જિવિત કરવામાં યોગદાન આપનાર નારી રત્ન અહિલ્યાબાઇ હોલ્કરની ૩૦૦મી જયંતી મનાવવામાં આવી રહી છે. ત્યારે વડોદરાના આ સખીવૃંદે તેમની સ્મૃતિ તાજી કરાવી હતી.
Reporter: admin







