કૌશિક પરમારને એમ હતું કે વોઇસ સેમ્પલ નહી આપે તો ગુનો નહીં નોંધાય
કૌશિક પરમારે વોઇસ સેમ્પલ આપવાનો વારંવાર ઇન્કાર કર્યો હોવાનો ઘટસ્ફોટ...

મ્યુનિસિપલ કમિશનર પણ ઘરે મળી આવેલી ફાઈલો લગત અલાયદી વિજીલન્સ તપાસ કરાવી શકે
FSLમાંથી નો ટેમ્પરીંગ સર્ટીફીકેટ' આવતા સાત વર્ષ કેમ લાગ્યા ?
કોર્પોરેશનના લાંચીયા કાર્યપાલક ઇજનેર કૌશિક પરમારના ઘરેથી એસીબીને 1.99 લાખ રુપિયા બિનહિસાબી મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે 2018માં કૌશિક શાંતીલાલ પરમારે લાંચ નહીં સ્વીકારતા તેનું રેકૉડીંગ ફોરેન્સિક લેબોરેટરીમાં એસીબીએ મોકલી આપ્યું હતું. FSL માંથી લાંબા સમય બાદનો ટેમ્પરિંગ સર્ટીફિકેટ આવ્યા બાદ એસીબી અધિકારીએ આક્ષેપિત કાર્યપાલક ઇજનેર કૌશિક પરમારને વિધિવત રીતે જાણ કરી હતી. વૉઈસ સેમ્પલ આપવા જણાવ્યું હતું. કૌશિક પરમારે વૉઈસ સેમ્પલ આપવાની ના પાડી હોવા છતાં એસીબીએ વારંવાર પ્રયત્ન કર્યો હતો. કાર્યપાલક ઇજનેર કૌશિક પરમાર ચતૂર છે. તેને કાયદાની જાણ હતી કે જો વૉઈસ સેમ્પલ મેચ થઈ જાય તો તેની સામે તુરંત લાંચની માગણીનો ગુનો નોંધવામાં આવશે. જેથી કૌશિક પરમાર વૉઈસ સેમ્પલ આપવા માટે તૈયાર ન હતા. એસીબીના ડિમાન્ડ કેસમાં આક્ષેપિત અને ફરિયાદી વચ્ચે થયેલા સંવાદના રેકૉડીંગની FSL તપાસ કરવામાં આવે છે. એફએસએલ તપાસમાં રેકૉડીંગમાં કોઈ છેડછાડ નથી તેવો રિપોર્ટ આવ્યા બાદ એસીબી અધિકારી આક્ષેપિતને વૉઈસ સેમ્પલ આપવા જાણ કરે છે. આક્ષેપિત કૌશિક પરમારે વૉઈસ સેમ્પલ આપવાની વારંવાર ના પાડી હોવા છતાં તેની સામે એસીબીએ ડિમાન્ડ કેસ નોંધી દીધો છે.બીજી તરફ ગુનો નોંધાયા બાદ એસીબીએ કૌશિક પરમારના ઘરે સર્ચ કર્યું હતું. જેમાં ઘરના બાથરૂમના માળિયામાં છુપાવેલી રૂા.1.03 લાખની રોકડ મળી આવી હતી. ઘરમાંથી કુલ 1.99 લાખની બીનહિસાબી રોકડ ઉપરાંત કેટલીક મહત્ત્વની ફાઇલો અને દસ્તાવેજ પણ મળી આવ્યા હતા. એસીબીએ આરોપી અને તેની પત્નીનાં નિવેદન લીધાં હતાં.
બેંક ખાતાઓ-લોકરની તપાસ કરાશે.
પાલિકાના નાયબ કાર્યપાલક ઇજનેર કૌશિક શાંતિલાલ પરમારે સાત વર્ષ પૂર્વે કોન્ટ્રાક્ટર પાસે માગેલી લાંચ અંગે એસીબીએ ગુનો નોંધ્યો હતો. પછીથી કાર્યપાલક ઇજનેર બની ગયેલા કૌશિક પરમારના વોઇસ સેમ્પલ માટે હાજર રહેવા રૂબરૂમાં નોટિસ ફટકારી હતી. જ્યારે એસીબીએ માંજલપુર ઇવા મોલ પાસે ડ્રીમ આઇકોનિયમાં રહેતા કૌશિક પરમારના ઘરે સર્ચ કર્યું હતું. જેમાં બાથરૂમના માળિયામાં છુપાવેલી 1.03 લાખની રોકડ મળી હતી.જેમાં 500 અને 200ના દરની હતી, જ્યારે તિજોરીમાંથી 96 હજાર રોકડા મળ્યા હતા. જેનો હિસાબ કૌશિક પરમાર આપી શક્યા ન હતા
તમામ મિલકતોની તપાસ કરાશે...
કૌશિક પરમારના ઘરમાંથી 1.99 લાખ મળ્યા છે. આ સિવાય પણ તેમની સ્થાવર જંગમ મિલકતોની પણ તપાસ કરાઇ રહી છે. તેમનાં બેંકના ખાતાઓની તપાસ કરીને નાણાંકીય વ્યવહારોની પણ તપાસ થઇ રહી છે. તેમનું બેંકમાં એક લોકર છે જેની પણ તપાસ કરાઇ રહી છે. નોકરી ઉપર હાજર થયા ત્યારથી અત્યાર સુધીની તપાસ કરાશે. જેટલી મિલ્કત હશે તેની ચકસાણી કરવામાં આવશે.
પી.એચ.ભેંસાણીયા, મદદનિશ નિયામક , એસીબી
કૌશિક પરમાર ઘરેથી પણ કોર્પોરેશનનો વહિવટ કરતા હતા...
કાર્યપાલક ઇજનેર કૌશિક પરમારના ઘરની જ્યારે તલાશી લેવાઇ ત્યારે ઘરમાંથી કોર્પોરેશનની મહત્વની ફાઇલો પણ મળી આવી હતી. આમ જોવા જોઇએ તો આ ફાઇલો પાલિકાની ઓફિસમાં હોવી જોઈતી હતી. કોર્પોરેશનની ફાઇલો કૌશિક પરમારના ઘરે કેમ હતી તે વિશે મ્યુનિ.કમિશનરે તપાસ કરવી જરુરી છે કે કૌશિક પરમાર ઘરેથી પણ ફાઇલોને મંજૂરી આપવાનો વહિવટ કરતા હતા કે કેમ? એસીબીની તપાસમાં કેટલાક દસ્તાવેજ, બેંક પાસબુકો અને ચેકબુકો પણ મળી હતી. જે એસીબી દ્વારા જપ્ત કરાઈ છે.
Reporter: admin







