દિલ્હીથી સૌથી પહેલા વડોદરા એરપોર્ટ પર આગમન થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલ સહિત અન્ય મહાનુભાવો એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલ થી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે તેઓ દિલ્હીથી સૌપ્રથમ વડોદરા એરપોર્ટ પર પહોંચશે, જ્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્સી. આર. પાટીલ સહિત અન્ય મહાનુભાવો ભાવભર્યું સ્વાગત કરશે.
વડોદરા એરપોર્ટ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર પિન્કી સોની, મુખ્ય સચિવ પંકજ જોશી, રાજ્યની પોલીસના વડા વિકાસ સહાય, કલેક્ટર અનિલ ધામેલિયા તેમજ શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમાર પણ ઉપસ્થિત રહીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું શાનદાર સ્વાગત કરશે.
Reporter: admin