વડોદરાનો હેનીલ સોની માત્ર ૧૧ વર્ષનો છે.આટલી નાની ઉંમરે આ કિશોરે બુદ્ધિની કસોટી કરતા રુબિક ક્યૂબ ચતુરાઈ અને ગતિ સાથે ગોઠવીને બાળકોના વ્હાલા મોદી દાદા - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ચિત્ર બનાવીને અદભુત સિદ્ધિ મેળવવાની સાથે વિશ્વ વિક્રમ પોતાના નામે કર્યો છે.
આ જીનિયસેને અઢી કલાકનો સમય આ ટેકનિકલ ચિત્ર સર્જન માટે આપવામાં આવ્યો હતો પરંતુ એણે માત્ર ૫૭ મિનિટમાં ૨૬૦૦ રૂબીક ક્યૂબ ગોઠવીને ઝડપ અને નિર્ણાયકતા નું લાજવાબ પ્રદર્શન કર્યું હતું.તેના આ રુબીક આર્ટ કૌશલ્યની નોંધ લઇને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ના જજ દ્વારા તેના આ અનોખા વિશ્વ વિક્રમ ને માન્ય કરવામાં આવ્યો હતો. સંસ્થાના જજ કાર્યક્રમના સ્થળે ઉપસ્થિત રહ્યા હતા અને તેમની નજર સમક્ષ હેનીલે આ કરતબ કરી બતાડ્યું હતું.
આ સિદ્ધિ માટે તેમણે આ કિશોરને પ્રમાણપત્ર અને ચંદ્રક પ્રદાન કર્યો હતો.પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ આ પ્રસંગે તેને પ્રોત્સાહન આપવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેની સિદ્ધિને બિરદાવી અને પ્રેરનાપ્રદ ગણાવી હતી.હેનીલ સ્વભાવથી સંવેદના ભરેલો અને સહ્રદયી છે.એટલે એણે કેન્સરના દર્દીઓ માટે વિગ બનાવવાના હેતુસર પોતાના વાળ ની ભેટ આપવાનું નક્કી કર્યું છે એટલે હાલમાં તે પોતાના વાળ વધારી રહ્યો છે. હેનીલની આ સિદ્ધિ થી સોની પરિવાર ખુશ અને ભાવવિભોર થયો છે
Reporter: admin