News Portal...

Breaking News :

વરસાદી વિરામ બાદ વડોદરામાં રસ્તાના પેચવર્કની કામગીરી તેજ, તમામ ઝોનમાં તંત્ર સક્રિય

2026-07-29 13:14:34
વરસાદી વિરામ બાદ વડોદરામાં રસ્તાના પેચવર્કની કામગીરી તેજ, તમામ ઝોનમાં તંત્ર સક્રિય

વડોદરા શહેરમાં વરસાદી વિરામ બાદ રસ્તાઓ પર પડેલા ખાડા પુરવા અને પેચવર્ક કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. શહેરના તમામ ઝોનમાં એકસાથે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા રસ્તાના સમારકામ માટે દૈનિક અંદાજે 2 હજાર મેટ્રિક ટન હોટમિક્સ માલની જરૂરિયાત ઉભી થઈ રહી છે. આ માટે પાલિકાના પોતાના પ્લાન્ટ ઉપરાંત ખાનગી ઓપરેટરો પાસેથી પણ હોટમિક્સ માલ મેળવી રસ્તાના ખાડા પુરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
રસ્તા નિર્માણ અને પેચવર્કની કામગીરીમાં ગુણવત્તા જળવાઈ રહે તે માટે સ્થળ પર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના પ્રતિનિધિઓની હાજરી ફરજિયાત બનાવવામાં આવી છે. કામગીરીમાં બેદરકારી અથવા ગુણવત્તા સાથે બાંધછોડ સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે.

સાથે જ કામગીરી દરમિયાન નાગરિકો અને શ્રમિકોની સુરક્ષા માટે જરૂરી બેરિકેટિંગ અને સલામતીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. લાંબા ગાળે રસ્તાઓની ટકાઉ ગુણવત્તા જળવાઈ રહે તે માટે ટેકનિકલ ડિઝાઇન અને યોગ્ય ઉકેલ માટે કન્સલ્ટન્ટ્સની મદદ લેવામાં આવી રહી છે.
ચોમાસા બાદ શહેરના મુખ્ય રસ્તાઓના મોટા કામો હાથ ધરવામાં આવશે. હાલ ચાલી રહેલી પેચવર્ક કામગીરી દરમિયાન નાગરિકોને સહકાર અને ધીરજ રાખવા મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.

Reporter: admin

Related Post