ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ સહિત પોલીસ અધિક્ષક સરોજ કુમારીના રેલ્વે યુનિટમાં પણ શોધાયેલ ગુનાઓને શોધી કાઢવાના આદેશ બાદ રેલ્વે પોલીસ હરકતમાં આવી છે.
વિવિધ રેલ્વે સ્ટેશન ઉપર રેલ્વે પોલીસ દ્વારા પેટ્રોલિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે વડોદરા રેલવે એલસીબીની ટીમના પોલીસ કોસ્ટેબલ લાલાભાઇ, વિજયભાઈ, મેહુલભાઈ અને પ્રકાશભાઈ સુરત રેલ્વે સ્ટેશન ખાતે પેટ્રોલિંગની કામગીરીમાં હતા તે સમયે પૂરી એક્સપ્રેસ ટ્રેનના પાછળના જનરલ કોચમાંથી એક મુસાફરનો મોબાઇલ ફોન ચોરીને ભાગી જતા યુવક કે જેનું નામ અરમાન ઈબ્રાહીમ મનસુરી રહેવાસી સલમાન આમલેટ હોટેલ પાસે, મદીના મસ્જિદ સુરત ખાતેને એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો ઝડપાયેલ યુવક પાસેથી પોલીસે વીવો કંપનીનો મોબાઇલ ફોન જપ્ત કર્યો હતો.
સમગ્ર મામલે પૂરી એક્સપ્રેસનાં જનરલ કોચમાં મુસાફરી કરનાર અને મોબાઈલ ગુમાવનાર મુસાફરની ફરિયાદના આધારે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Reporter: News Plus