News Portal...

Breaking News :

વડાપ્રધાન મોદીના 8મી સપ્ટેમ્બરના કાર્યક્રમ માટે વડોદરામાં તૈયારીઓ તેજ

2026-09-03 12:38:41
વડાપ્રધાન મોદીના 8મી સપ્ટેમ્બરના કાર્યક્રમ માટે વડોદરામાં તૈયારીઓ તેજ

વડોદરા શહેરમાં આગામી 8મી સપ્ટેમ્બરે યોજાનારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કાર્યક્રમના આયોજન અને વ્યવસ્થાને લઈને ‘નેશન ફર્સ્ટ’ અંતર્ગત વડોદરાના સર્કિટ હાઉસ ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી.

બેઠકમાં ઈન્દુ ફાઉન્ડેશનના ડાયરેક્ટર અને ‘નેશન ફર્સ્ટ’ના પ્રોજેક્ટ હેડ ડો. વિજય શાહ, વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અક્ષય પુદાનિયા, શહેર ભાજપ મહામંત્રી રમેશ પટેલ, ‘નેશન ફર્સ્ટ’ પ્રોજેક્ટના કો-ઓર્ડિનેટર નવીનસિંગ જેતાવત સહિત વિવિધ યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગયા વર્ષે ‘નેશન ફર્સ્ટ’ અંતર્ગત યોજાયેલા પાંચ દિવસીય ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ અને યુવાનોને પણ આ કાર્યક્રમમાં જોડાવાની તક મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનોને સંબોધન કરશે.

કાર્યક્રમમાં આવનારા યુવાનો માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પ્રવેશ માટે ડિજિટલ રજીસ્ટ્રેશન, આધાર કાર્ડની ચકાસણી તેમજ QR કોડ આધારિત પાસની વ્યવસ્થા કરવામાં આવશે. કાર્યક્રમમાં માત્ર આમંત્રિત યુવાનોને જ પ્રવેશ આપવામાં આવશે.

બેઠક દરમિયાન કાર્યક્રમની વ્યવસ્થા, યુવાનોની હાજરી, પ્રવેશ પ્રક્રિયા અને અન્ય જરૂરી તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. 8મી સપ્ટેમ્બરના આ કાર્યક્રમને લઈને વડોદરા શહેરમાં તંત્ર અને આયોજકો દ્વારા તૈયારીઓને અંતિમ રૂપ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

વડાપ્રધાનના 8મી સપ્ટેમ્બરના કાર્યક્રમને લઈ આજની બેઠક યોજાઈ

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 8મી સપ્ટેમ્બરે યોજાનારા કાર્યક્રમને લઈને આજે મહત્વની બેઠક યોજાઈ હતી. ગયા વર્ષે વડોદરાની વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ટ્રેનિંગ કેમ્પ યોજાયો હતો. આ વિદ્યાર્થીઓ અને વિવિધ યુનિવર્સિટીના પ્રતિનિધિઓ કાર્યક્રમમાં જોડાશે. વડાપ્રધાનના માર્ગદર્શનથી યુવાનોને નવી દિશા મળે તે હેતુથી આયોજન કરાયું છે. કાર્યક્રમમાં પ્રવેશ માટે BookMyShowની લિંક દ્વારા રજીસ્ટ્રેશન અને QR કોડ સ્કેનની વ્યવસ્થા કરવામાં આવી છે.


Reporter: admin

Related Post